લખનૌના બદલે બેંગલોરમાં એરો ઈન્ડિયા શોનું આયોજન

1168

એરો ઈન્ડિયા શોના સ્થળને લઈને ચાલી રહેલી અનિશ્ચિતતાનો હવે અંત આવી ગયો છે. આજે આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો કે એરો ઈન્ડિયા શો અને ડિફેન્સ એક્ઝિબિશનનું આયોજન બેંગલોરમાં કરવામાં આવનાર છે.

સંરક્ષણ મંત્રાલય તરફથી આ અંગેના આયોજનની આજે જાહેરાત કરવામાં આવી હતી. સંરક્ષણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ પાંચ દિવસીય ઈવેન્ટમાં એરોસ્પેસ અને ડિફેન્સ ઈન્ડસ્ટ્રી માટે ટ્રેડ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવશે. પબ્લિક એર શો પણ યોજવામાં આવશે.

એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીના ગ્લોબલ લીડર્સ અને મોટા રોકાણકારોની સાથે આ આયોજનમાં દુનિયાભરના અનેક થીન્કટેન્ક પણ ભાગ લેનાર છે. આ એક્ઝિબિશનના આયોજન સ્થળને લઈને છેલ્લા મહિને પ્રશ્ને ઉઠી રહ્યા હતા કે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા પણ લખનૌમાં આનું આયોજન કરવા માટે વિનંતી કરી હતી. યોગી આદિત્યનાથે સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામનને અપીલ કરી હતી કે આનું આયોજન લખનૌમાં કરવામાં આવે. યોગી આદિત્યનાથના આ નિવેદન બાદથી કર્ણાટકમાં લોકો દુવિધાભરી સ્થિતિમાં હતા. એમ માનવામાં આવી રહ્યું હતું કે કર્ણાટકમાં આનું આયોજન થઈ શકશે નહીં પરંતુ હવે બેંગલોરમાં જ એર શો યોજવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. કર્ણાટકના ભાજપ વડા તરફથી આ મુજબની માંગ પહેલાથી જ કરવામાં આવી હતી. ભાજપ સ્ટેટ પ્રમુખ બી.એસ. યેદીયુરપ્પાએ કહ્યું હતું કે આ યોગ્ય છે કે ઉત્તરપ્રદેશ સરકાર તેનું આયોજન લખનૌમાં ઈચ્છતી હતી પરંતુ બેંગલોરમાં આયોજન થશે.

Previous articleચુંટણીને ધ્યાને લઈ પેટ્રોલ-ડિઝલના વધતા ભાવ ઉપર નવેમ્બરમાં બ્રેક લાગશે
Next articleનેપાળ નજીક ૭ લોકો સાથેનું હેલિકોપ્ટર ક્રેશ થયું, ૬નાં મોત