પાલિતાણા ન.પા. દ્વારા આજે વોર્ડ નં. ૧,ર,૩નો સેવા સેતુ કાર્યક્રમ ન.પા.માં યોજાયો હતો. જેમાં આજે સવારે ૯ કલાકથી સાંજે પ વાગ્યા સુધીનો સમય હતો પરંતુ બપોરે ર-૩૦ કલાકે પુર્ણ કરી દીધું હોવાનું નાગરિકો દ્વારા જાણવા મળેલ તેમાં ૧૩રર લોકોએ આજે લાભ લીધો પરંતુ આ અંગે ચીફ ઓફીસરને પુછયું કે કેટલો સ્ટાફ જોડાયોતો કાંઈ કહી શકયા ન હતાં. તદ્દઉપરાંત પીજીવીસીએલ અને બેંકના કા.ન્ટર ઉપર કોઈ બેસેલ ન હતાં. અભણ નગરજનોને ફોર્મ પણ કોઈ ભરી આપવા તૈયાર ન હતાં. ટુંકમાં આખો કાર્યક્રમ સમય કરતા પહેલા પુર્ણ કરી દીધો જેવી સ્થાનિક વોર્ડના રહીશોમાં નિરાશા જન્મી છે.
સરકારના રૂપિયા સ્થાનિક ન.પા. દ્વારા ખોટા વેડફાય છે. લોકો સુધી સરકારી યોજના કર્મચારીના પાપે પહોંચી શકતી નથી તેવું લોકમુખે ચર્ચાય છે. તદ્દઉપરાંત આ અંગેની જાહેરાત પણ કરાય ન હતી. જેથી વધુ લાભાર્થી લાભ લઈ શકે.!