નંદકુંવરબા મહિલા કોલેજ- દેવરાજનગરના બી.કોમ એકસપર્ટ કલબ દ્વારા વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે વિદ્યાર્થીનીઓએ ગુજરાત અને ભાવનગર શહેરના વિવિધ પ્રાકૃતિક સ્થળોના નેચરલ ફોટા પાડી તેનું પ્રદર્શન કોલેજના ઓડી. હોલમાં યોજવામાં આવ્યું હતું. આ વૃલ્ડ ફોટોગ્રાફીમાં ૧૭પ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. જેમાં પ૪ વિદ્યાર્થીનીઓના ફોટાની પસંદગી કરીને તેમના ફોટાઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.