ધંધુકા ડેપો મેનેજરનો વિદાય સમારંભ યોજાયો

1986

ધંધુકા એસ.ટી. ડેપો ખાતે ફરજ બજાવતા મેનેજર ડી.એચ. ચુડાસમાની ભાવનગર વિભાગના બરવાળા ખાતે બદલી તથા આજે તેમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.

કર્મચારીઓ દ્વારા વિદાય થઈ રહેલો ડેપો મેનેજર ચુડાસમાને ફુલહાર, શાલ ઓઢાડી તેમજ અન્ય ભેટ સોગાદો આપીને ઉષ્માભર્યુ વિદાયમાન અપાયું હતું.

આ પ્રસંગે ક્રિપાલસિંહ વાઘેલા કર્મચારી મંડળ, જે.જે.ઝાલા મજુર મહાજન તથા તાહિરભાઈ કોઠારીયા, બી.એમ.એસ. ત્રણેય યુનિયના આગેવાનો તથા વર્કશોપ કર્મચારીઓ તથા ડ્રાઈવર – કંડકટરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

Previous articleચાર્ટડ એકાઉન્ટન્ટ પરેશ ભટ્ટનું વ્યાખ્યાન
Next articleઆવતીકાલથી પ્રારંભ થતાં ભાદ્રપદ માસનાં શુકલ પક્ષનાં પખવાડિયાનાં પંચાંગનું સંક્ષિપ્ત વિવરણ