ગાંધીનગરમાં સમાવિષ્ટ ધોળાકુવામાં વોર્ડ નંબર ૭ના કોંગ્રેસી કોર્પોરેટર પિન્કીબેન પટેલના હસ્તે વિકાસ કામોના ખાત મૂહુર્ત કરાયા હતા. જેમાં આરસીસી રોડ, સ્ટ્રીટ લાઇટ, શાળામાં પેવર બ્લોક, પાણીની વ્યવસ્થા અને શૌચાલયની કામનો આરંભ કરાવ્યો હતો. મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.