રાજુલા માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો થયેલો પ્રારંભ

899
guj28102017-2.jpg

રાજુલા માર્કેટ યાર્ડમાં સરકારી ભાવે મગફળી રૂા.૯૦૦ના ખરીદ કેન્દ્રનું ઉદ્દઘાટન કરતા યાર્ડના ચેરમેન, ડીરેક્ટર, તાલુકા સંઘના પ્રમુખ તેમજ તાલુકાભરના આગેવાનોની ઉપસ્થિતિમાં મગફળી રૂા.૯૦૦ના સરકારી ભાવો સાથે ખરીદી કેન્દ્રનું ઉદ્દઘાટન થતા રાજુલા, જાફરાબાદ, ખાંભાના ખેડૂતોમાં આનંદ છવાયો. આ તકે ટેકાના ભાવે મગફળી ખરીદ યોજના હેઠળ વેચવા આવતા ખેડૂતોએ, ઓનલાઈન નોંધણી કરાવવી ફરજીયાત છે. ૭/૧ર/૮-અ, આધારકાર્ડ, બેંક પાસ બુક ઝેરોક્ષ, કેન્સલ ચેક, મગફળી વાવેતરના દાખલા સહિત દસ્તાવેજો લાવવા જરૂરી છે તેમજ ખેડૂતોએ ચોખ્ખી ગુણવત્તાવાળી મગફળી યારંડમાં લાવવા અનુરોધ કરાયો. ખાસ નોંધનિય બાબત એ રહી જે માર્કેટ યાર્ડના ચેરમેન તેમજ તાલુકા સંઘના પ્રમુખે ખેડૂતોને વિના વ્યાજનું રૂા.૩ લાખનું ધિરાણ આપવા તથા ડ્રીપ ઈરીગેશનમાં ૧૮ ટકા જીએસટી માફ કરવા અને ખરીદી કેન્દ્ર મંજુર કરવા બદલ સરકારનો આભાર વ્યક્ત કરેલ. આ ઉપરાંત રાજુલામાં મગફળીનું સરકારી ભાવે ખરીદ કેન્દ્ર શરૂ કરવા સરકારે નાફેડ દ્વારા ગુજકોટ એજન્સી તરીકે નક્કી કરી રાજુલા, ખાંભા તાલુકા સરકારી ખરીદ વેચાણ સંઘને ખરીદ કરવા નિમણુંક કરાઈ છે. આ ભવ્ય પ્રસંગે તમામ આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

Previous articleચૂંટણીમાં થતી નાણાંની હેરફેર ઉપર સ્ટેટીક સર્વેલન્સની ટીમ ત્રાટકશે
Next articleબારોટ સમાજની આં.રા. સંસ્થાના રાષ્ટ્રીય પ્રમુખ મહેન્દ્રસિંહ બોરાજને રાજસ્થાનમાં મંત્રી બનાવાયા