પવિત્ર શ્રાવણ માસનાં અંતિમ દિવસ ભાદરવી અમાસનાં દિવસે વલ્લભીપુરનાં બુધેશ્વર મહાદેવ તેમજ પ્રગટેશ્વર મહાદેવ મંદિર ખાતે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં લોકો ઉમટી પડ્યા હતા અને મેળાની મોજ માણી હતી. મેળા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો.