દામનગર શહેરની પટેલ વાડી ખાતે પાટીદાર આરક્ષણ અને ખેડૂત દેવામાફી માંગ સાથે આંદોલન કરતા હાર્દિક પટેલના સ્વાસ્થ્ય માટે પાટીદારો દ્વારા ધૂન યોજાઈ હતી. શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાટીદાર સમાજ દ્વારા સત્યાગ્રહ છાવણીઓમાં મહિલાઓ દ્વારા ધૂન યોજાઈ હતી.
દામનગર પટેલવાડી ખાતે સવારથી ખૂબ મોટીસંખ્યામાં યુવાનો દ્વારા પાટીદાર નેતા હાર્દિક પટેલના સમર્થનમાં ધૂનનો કાર્યક્રમ યોજાયો હતો. શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાટીદારો દ્વારા ધૂન યોજાઈ હતી. દામનગર શહેરની પટેલ વાડીમાં ખૂબ મોટીસંખ્યામાં પાટીદાર યુવાનોએ ધૂન કરી અને શહેરના સુર્યમુખી હનુમાનજી મંદિર પાસે બહારપરા ચભાળીયા રોડ પોપટપરા વિસ્તારમાં મહિલાઓ દ્વારા ધૂન યોજાઈ અને દામનગર શહેરના ઉંડપાશેરી પરમાનંદ સોસાયટી પટેલ શેરી વિસ્તારોમાં મહિલાઓ દ્વારા પાટીદાર નેતા હાર્દિક પટેલના સ્વાસ્થ્ય માટે વિવિધ વિસ્તારોમાં ધૂન કિર્તનના કાર્યક્રમો યોજી સરકારની પ્રજા વિરોધી નીતિઓ સામે સુત્રોચ્ચાર કર્યો હતો.