સિહોરના ઐતિહાસિક બ્રહ્મકુંડ ખાતે ભવ્ય ભાતીગળ લોકમેળો યોજાયો

1891

સિહોરના બ્રહ્મકુંડનું નામ ઇતિહાસોના પન્નાઓ પર લખાયો છે આ એજ બ્રહ્મકુંડ છે જ્યાં પાટણના રાજા સિદ્ધરાજસિંહ સોલંકી કે જેઓનો ઇતિહાસ સિહોર સાથે જોડાયેલ છે.

આ બ્રહ્મકુંડ ભાવનગર જિલ્લાના શિહોર ખાતે આવેલ છે જ્યાં દર વર્ષે ભાદરવા માસની અમાસના દિવસે વિશાળ જનમેદની સાથે ભાતીગળ મેળો ભરાય છે-શિહોર એક પ્રાચીન સ્થળ છે. તેનો ‘સિંહપુર’ તરીકે પણ ઉલ્લેખ થયેલો છે. શિહોરના આ પ્રદેશના જળનો ઘણો પ્રભાવ ગણાતો. કહે છે કે સિદ્ધરાજ જયસિંહને રાણકદેવીના શાપથી શરીર પર કોઢ ફૂટી નીકળેલો. સિદ્ધરાજ પોતાની સેના સાથે એક વખત શિહોર પાસેથી પસાર થતો હતો ત્યારે ખૂબ તરસ થી વ્યાકુળ થયો અને બ્રહ્મકુંડ નું પાણી પીવાથી અને સ્નાન કરવાથી તેને પોતાના કોઢમાં સુધારો થયાનું જણાયું. આથી એણે પોતાનો મુકામ થોડો લંબાવ્યો. ફાયદો થયાનું ચોક્કસ થતાં એણે એ પાણીવાળા સ્થાનની તપાસ કરાવી. એનું પાણી લાંબા સમય સુધી પીવાના તથા સ્નાનના કામમાં લીધું. આથી તેનો કોઢ સંપૂર્ણ દૂર થયો. આથી આ જગ્યાને અલૌકિક ગણી સિદ્ધરાજે ત્યાં કુંડનું નિર્માણ કર્યું તેને આજે ‘બ્રહ્મકુંડ’ કહે છે. આ બ્રહ્મકુંડ ચોખંડો અને વિશાળ છે. તેની ચારે તરફ સુંદર મૂર્તિઓ મૂકેલી છે. ચારે બાજુ પગથિયાં છે. તેના ચમત્કારિક પાણીનો સ્કંદપુરાણમાં ઉલ્લેખ છે. નાન્હાલાલ કવિએ પોતાના ‘હરિસંહિતા’ નામક મહાકાવ્યમાં શ્રીકૃષ્ણ ભગવાન અહીં આવ્યાનું જણાવે છે હાલ નહિવત વરસાદ ને લીધે વર્ષોથી આ બ્રહ્મકુંડ ખાલીખમ છે અહીં શ્રધ્ધાળુઓ શ્રવણ માસ દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં આવે છે , ભાદરવી અમાસના દિવસે અહીં  વિશાળ લોકમેળો સિહોર પાલિક દ્વારા યોજાય છે જેમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડેછે રમકડાં તથા વિવિધ ખાણીપીણી ના સ્ટોલો લાગેછે ત્યારે  શ્રાવણ માસના છેલ્લા દિવસ ના હિસાબે ખૂબ મોટી સંખ્યામાં યાત્રાળુઓ નવનાથ ના દર્શનાર્થે સવારથીજ આવે છે અને દર્શન કરી સાથે પુણ્યનું ભાથું બાંધે છે  શિવજીના મંદીરો મા આકર્ષિત શણગારો કરવામાં આવ્યા હતા બ્રહ્મકુંડ ખાતેજ કામનાથ મહાદેવ બિરાજમાન છે તથા નવનાથમાં નું એક જોડનાથ મહાદેવ અને સાંઈબાબાનું મંદિર આવેલું છે ત્યાં પણ ભગવાન ભોળાનાથ ને શિવશક્તિ ના શણગારો કરવામાં આવ્યા હતા. આ મેળામાં કોઈ અનિચ્છનીય બનાવો ન બને તેમાટે સિહોર પોલીસ દ્વારા ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

કોંગ્રેસ દ્વારા ફ્રી ઠંડુ પાણી વિતરણ કરવામાં આવ્યું

જન્માષ્ટમીનુ પવિત્ર પર્વ છે જેમા સિહોર શહેરમા બ્રહ્મકુંડ ખાતે ભવ્ય લોક મેળો યોજાય છે આ લોકમેળા મા હજારો શ્રધ્ધાળુઓ ભીડ રહે છે અને સિહોર શહેર કોંગ્રેસ વર્ષોથી શ્રધ્ધાળુઓની સેવામા ફ્રી ઠંડા પાણીના પરબ બનાવી લોકોને ફ્રી ઠંડુ પાણી વિતરણ વ્યવસ્થા દર વર્ષની માફક કરે છે જે પરંપરા મુજબ આ વખતે બ્રહ્મકુંડના લોકમેળામા પણ યથાવત રાખી ભાદરવી અમાસના રોજ સિહોર શહેર કોંગ્રેસ દ્વારા ઠંડા પાણીના વિતરણ વ્યવસ્થા કરી હતી. આ ઠંડા પાણીના પરબ ખાતે સિહોર શહેર કોંગ્રેસના આગેવાનો, અગ્રણીઓ, પદાધિકારીઓ, નગરસેવકો, ચુંટણી લડેલા ઉમેદવારો, યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, માઇનોરેટી સેલ, જનમિત્રો, સોશિયલ મિડિયા ડીપાર્ટમેન્ટ, લોક સરકારના મિત્રો તેમજ વિવિધ સેલના હોદ્દેદારો અને કાર્યકરો એ હાજર રહી સેવા આપી હતી આ સેવાના સમિયાણામા  સિહોર શહેર કોંગ્રેસ પ્રમુખ ધીરૂભાઈ ચૌહાણ તથા વિરોધ પક્ષના નેતા કિરણભાઇ ઘેલડા, દિનુભાઈ પટેલ સહિત ઉપરોક્ત હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

 

Previous articleહાર્દિક પટેલના સ્વાસ્થ્ય માટે દામનગર ખાતે ધૂન યોજાઈ
Next articleભાવેણાની ભાગોળે ગિરીકંદ્રાનો ઝાઝરમાન વૈભવ