બારોટ સમાજની આં.રા. સંસ્થાના રાષ્ટ્રીય પ્રમુખ મહેન્દ્રસિંહ બોરાજને રાજસ્થાનમાં મંત્રી બનાવાયા

952
guj28102017-3.jpg

વંશાવલી સંરક્ષણ એવમ સંવર્ધન સમસ્ત બારોટ સમાજની આંતરરાષ્ટ્રીય સંસ્થાના રાષ્ટ્ર પ્રમુખ મહેન્દ્રસિંહ  બોરાજને રાજસ્થાન રસકારમાં મીનીસ્ટર નિયુકત થતા સમસ્ત બારોટ સમાજમાં સૌપ્રથમ  દાખલો બેસતા અનહદ ખુશીનો દેશભરમાં માહોલ છવાયો છે. 
સમસ્ત બારોટ સમાજની આંતરરાષ્ટ્રીય વંશાવલી સંરક્ષણ એવમ સંવધર્ન સંસ્થાના રાષ્ટ્રીય મહેન્દ્રસિંહ બારોજ  હજુ ગઈ કાલે જ ૯ સભ્યોના પ્રવાસે રાજસ્થાનથી નિકળી ગુજરાતભરની સમીક્ષા કરવા તાલુકો તાલુકા સંગઠન મજબુત માટે ગુજ રાજયના પ્રમુખ શંભુજી રાવ દ્વારા જિલ્લા વાઈસ મીટીંગોના દોર પુરો કરી. રાજસ્થાન સરકારનો પરીપત્ર મળ્યો રાજસ્થાન સરકારમાં મંત્રી પદે નવ નિયુકત કરાયા છે.
તેમની આજે શપથવિધિ કાર્યક્રમની તડામાર તૈયારીઓ શરૂ કરાઈ જેના મુળમાં આર.એસ.એસ.ના વડા પ્રચારક રામપ્રસાદજી તેમજ સત્યમરાવજીના સહયોગથી આ વંશાવલી સંરક્ષણ એવમ સંવર્ધન સંસ્થાના બીજ રોપાયાથી આજે આંતરરાષ્ટ્રીય સ્તરે મોટુ મુખ્ય પ્રધાન વસુંધરા રાજે સિંધીયાને રજુઆત કરેલ કે વંશાવલી કોઈ હોઈ તો બારોટ સમાજ છે જેના મુળીયા સમસ્ત જ્ઞાતિમાં પથરાયેલ હોય છે માટે તેમનો મુળ હક વંશાવલી નિગમ પાસ કરો અને તે વાત બે વર્ષથી પડતર હોય અને મહેન્દ્રસિંહ ૯ રાજયના પ્રવાસે પણ નિકળી ગયેલ હોય ત્યારે રાજસ્થાન ધારાસભામાં વરિષ્ઠ પત્રકાર મિત્રોએ આ મુદ્દો ઉઠાવ્યો કે વંશાવલી નિગમનું તમે શું કર્યુ અને તુરંત જ મુખ્યમંત્રી વસુંધરારાજ સિંધીયા એ જ ઘડીયે તેના સચીવોને તેમજ મંત્રી મંડળમાં બહાલી આપી ઠરાવ પસાર કરી વંશાવલી નિગમના અધ્યક્ષ મહેન્દ્રસિંહ બોરાજની નવનિયુકતી વંશાવલી એકાદમી નિગમનો પ્રશ્ન બે વર્ષથી રાજસ્થાન સરકારમાં વસુંધરા રાજે સિંધીયા પાસે પેન્ડીંગ પડેલ હતો તેને પત્રકાર મિત્રો દ્વારા ધારાસભામાં ઉજાગર કર્યો ત્યારે હવે પછીનુ રાજય ગુજરાત છે તે બાબતે ગુજરાત વંશાવલી નિગમની માંગ રામ પ્રસાદજી (પ્રચારક આર.એસ) તેમજ સત્યમ રાવે ગુજરાતના પ્રદેશ પ્રમુખ શંભુજીરાવને ગુજરાત કારોબારીના પ્રદેશ પ્રમુખ ફરીવાર ઘોષીત  કર્યા છે અને સર્વ હકક સાથે ગુજરાતની જવાબદારી કારોબારી બનાવવા સુધીનો પાવર આપી દીધેલ છે ત્યારે હવે જો ગુજરાત ભરના બારોટ સમાજને રાજસ્થાનમાં નિગમ  સ્થપાયુ તેમ હવે ગુજરાતમાં વંશાવલી એકાદમી નિગમ માટે ગુજરાતના તમામ જિલ્લા તાલુકાના સંગઠન માટે ભાવનગરથી અમરેલી, રાજુલા, રાજકોટ, જુનાગઢ, જામનગર, પોરબંદર, ગીર સોમનાથ સુધીનો પ્રદેશ પ્રમુખ શંભુજીરાવ (બારોટ) પ્રવાસ ખેડી જિલ્લા, તાલુકાની કારોબારી રચના કરીઅ ાવનાર નવી સરકારમાં વંશાવલી એકાદમી નિગમની માંગ થશે. 

Previous articleરાજુલા માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો થયેલો પ્રારંભ
Next articleડેરોઈ ગામે ભુવાની ધતીંગલીલાનો પર્દાફાશ કરતું જન વિજ્ઞાનજાથા