ભાવેણાની ભાગોળે ગિરીકંદ્રાનો ઝાઝરમાન વૈભવ

1129

ભાવનગર શહેરથી થોડે દુર તળાજા હાઈવે પર સાંણોદર માળનાથનો સુંદર નયન રમ્ય ડુંગર ગાળો આવેલો છે. આ ડુંગર માળ અત્રેથી શરૂ થઈને નાના-મોટા અનેક ડુંગરોને જોડતી છેક ગરવા ગઢ ગિરનાર અને બીજે છેડે પોરબંદરના ડુંગરમાળ સુધી જોડે છે. પ્રાકૃતિક સૌદર્ય અને અનેલ દુર્લભ જીવસૃષ્ટી તથા ઔષધિય પર્યાવાસથી સમૃધ્ધ આ ડુંગરમાળ ગોહિલવાડનુ આગવુ ઘરેણુ તથા ભવ્ય ઓળખ છે ૩૭ કિલો મીટરના એરિયામાં અનેક અતિ પ્રાચીન ધર્મ સ્થળો આવેલા છે એવા આ મિની ગિરપ્રદેશમાં ચોમાસાના સમય ગાળા દરમ્યાન પ્રકૃતિ સોળેકળાએ ખીલી ઉઠે છે લીલા છમી ડુંગરોમાં તહેવાર પ્રસંગો તથા શનિ-રવિના દિવસોમાં મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડે છે.

Previous articleસિહોરના ઐતિહાસિક બ્રહ્મકુંડ ખાતે ભવ્ય ભાતીગળ લોકમેળો યોજાયો
Next articleચાવડીગેટ ખાતે લોકમેળાનો વૈભવ