ડેરોઈ ગામે ભુવાની ધતીંગલીલાનો પર્દાફાશ કરતું જન વિજ્ઞાનજાથા

1094
guj28102017-1.jpg

રાજકોટ તાલુકાના ડેરોઈ ગામમાં સરકારી પ્રાથમિક શાળાના મેદાનમાં દરગાહની આડમાં છેલ્લા ૧૦ વર્ષથી દોરા-ધાગા, મંત્ર-તંત્ર, ઈલમ અને રોગ મટાડવાનો દાવો કરનાર ભુવા-મુંજાવર રમેશ જસમતભાઈ સોરઠીયાની ધતિંગલીલાનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનની મદદથી ૧૧૧૦ મો સફળ પર્દાફાશ કર્યો હતો. બિમાર દર્દીના પરિવારે ભુવાની સરાજાહેર ધોલાઈ કરી નાખી હતી. ભુવાએ દરગાહમાં કાયમી જોવાનું, દુઃખ દર્દ મટાડવાની ધતિંગલીલા કાયમી બંધની જાહેરાત કરી હતી.
બનાવની વિગત પ્રમાણે પીડિત પરિવારે વિજ્ઞાન જાથાના કાર્યાલયે રૂબરૂ આવી માહિતી આપી હતી કે ડેરોઈ ગામમાં સરકારી પ્રાથમિક શાળામાં વર્ષોથી ગેબનશાહ પીરની દરગાહ આવેલી છે તેમાં ડેરોઈ ગામનો વતની હાલ રાજકોટમાં મોરબી રોડ, ફાટક પાસે ઠાકોરદ્વાર સોસાયટી, મધુવન સ્કૂલની પાછળ રહેતો મકાન-પ્લોટની દલાલીનું કામ કરતો રમેશ જસમત સોરઠીયા ડેરોઈ દરગાહમાં દર ગુરૂવારે સવાર થી મોડી રાત સુધી જોવાનું, દોરા-ધાગા, મંત્રેલું પાણી, રોગ મટાડવાનું કામ કરે છે. રોગ મટાડવા માટે પાણીનો શીશો આપે છે. બિમાર લોકો પાણી પીવાની સાથે શરીરમાં ઝેરી અસર થવાથી હોસ્પીટલમાં દાખલ કરવા પડે છે. તેમાં અમો પણ ભોગ બન્યા છીએ. અમારા પરિવારના સદસ્યને વોકહાર્ટ, અમદાવાદ હોસ્પીટલમાં તાબડતોબ સારવાર લેવી પડી હતી. ભુવાના કારણે આશરે ૩ થી ૪ લાખ રૂપિયા જેવો ખર્ચ થઈ ગયેલ. 
જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયા રાજકોટ પો. કમિશ્નર અનુપમસિંહ ગહલૌતને રૂબરૂ  મળી સમગ્ર હકિકતથી વાકેફ કરી પર્દાફાશ માટે પોલીસ બંદોબસ્તની માંગણી કરી અને ઘટના સ્થળે પહોંચેલ. 
જાથાના ચેરમેન જયંત પંડયા દરગાહના સેવા-પૂજા કરનાર ભુવા રમેશને પૂછપરછ કરે તે પહેલા ચાર લાખના ખર્ચના ખાડામાં નાખેલ પરિવારના સદસ્યોએ ભુવાની ધોલાઈ શરૂ કરી દીધી. રાજકોટ-અમદાવાદ હોસ્પીટલનો ખર્ચ, પાણીનો મેડિકલ રિપોર્ટ બતાવી દર્દીની જીંદગી સાથે ચેડા કરવાનો અધિકાર નથી. રોષ વ્યક્‌ કર્યો ત્યાં રાજકોટ, વાજડી, બાલસરના લોકોએ ભુવા ઉપર ઝાપટનો વરસાદ શરૂ કર્યો. પોલીસે કડક કાર્યવાહીની વાત કરતા મામલો શાંત પડયો. પોલીસે ભુવા રમેશનો સલામત કબજો લીધો. પોલીસ વાનમાં બેસાડી દીધો.
કુવાડવા રોડ પો. સ્ટે. ના પી.એસ.આઈ. આહિરે કડક શબ્દોમાં ગુન્હા સંબંધી વાત કરી જોવાનું કામ બંધ કરવાનું, ગુરૂવારે પોલીસ આવશે તેવું કહેતા ભુવો રમેશ ઢીલોઢફ થઈ માફી માંગવા લાગ્યો હતો. કાયમી બંધની જાહેરાત કરી દીધી. અસંખ્ય દર્દીઓને પીડા બદલ પગે પડી ગયો હતો.

Previous articleબારોટ સમાજની આં.રા. સંસ્થાના રાષ્ટ્રીય પ્રમુખ મહેન્દ્રસિંહ બોરાજને રાજસ્થાનમાં મંત્રી બનાવાયા
Next articleમહિન્દ્રા લોજિસ્ટિક્સ લિમિટેડનો આઇપીઓ ૩૧ ઓક્ટો.એ ખુલશે