તા.૧૦-૦૯-ર૦૧૮ થી ૧૬-૦૯-ર૦૧૮ સુધીનુંસાપ્તાહિક રાશી ભવિષ્ય

1706

મેષ (અ.લ.ઈ)
મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ ભાદરવા માસની શરૂઆત અને જન્મના ચંદ્રની શુખ સ્થાનમાં રાહુગ્રહનો બંધનયોગ પિતૃદોષ જેવો અશુભ દોષ આપે છે. તેથી ભક્તિભાવમાં બુધ્ધી અને સ્વહસ્તે નિર્ણય કરવાથી લાભ રહેશે સંતોષી નર સદા સુખી તે યાદ રાખવુ જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં ઉતાવળા સાહસો ન કરવા પત્ની ભાગીદારો અને સંતાનોનો સહકાર મળશે વડીલો સાથે વિવાદો થઈ શકે છે વડિલોનું આરોગ્ય પણ ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવન જળવાઈ રહેશે કોર્ટ કચેરી અને મોસાળપક્ષના સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે બૂધવારના વ્રત અને ઓમ નમો નારાયણના મંત્ર કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.
વૃષભ (બ.વ.ઉ)
મીત્રો આપના માટે ગોચરગ્રહોનો વરતારો પિતૃમાસના મહિનામાં ગ્રહોના આર્શિવાદ અને ઈશ્વરની કૃપા મેળવવાથી જ કાર્ય સફળતાના યોગ મળી શકે છે. કારણ કે શનિ ગ્રહની પનોતી અને સુર્ય બુધ્ધનો બંધનયોગ વધુ પડતો આત્મવિશ્વાસ અને અપેક્ષાથી દુર રહેવુ જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં સહીસિક્કાની બાબતોમાં ધ્યાન રાખવુ પત્ની ભાગીદારો અને વડીલો સાથે નમ્રતા કેળવવી જરૂરી છે. સંતાનોના કાર્યો ચિંતા આપી શકે છે. જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળપક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય સૂર્યને અર્ઘ્ય આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે પ્રતિકુળ સમય મળી શકે છે.
મિથુન (ક.છ.ઘ)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ ભાદરવા માસની શરૂઆતથી જ મહત્વના કાર્યોનું નિરાકરણ કરવુ જરૂરી બનશે મોજશોખ અને આળસવૃત્તિમાં સમય શક્તિનો દુર ઉપયોગ ન થાય તે જોશો કારણ કે ભવિષ્યમાં જ મંગળકેતુની સાથે સૂર્ય ગ્રહ પણ બંધનયોગ આપશે મિલ્કત અને વારસાઈ કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે સંતાન સંબંધી કાર્યોથી લાભ રહેશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી ચિંતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે બુધવારના વ્રત અને ગણપતીનુ પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.
કર્ક (ડ.હ.)
મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ ગુરૂ અને શુક્ર ગ્રહના બંધન યોગ સિવાય શુભ અશુભ દરેક ગ્રહો દિન પ્રતિદિન કાર્ય સફળતામા વૃધ્ધી કરે છે. માત્ર દરેક કાર્યોમાં હજુ સાચો મારી વાત જ સાચી તેવી અસમજણનો ત્યાગ નહી કરો તો નિષ્ફળતા પણ મળી શકે છે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે માતાનું આરોગ્ય ચિંતા આપી શકે છે. સંતાનોના કાર્યોનું નિરાકરણ મળશે જાહેર જિવનથી લાભ રહેશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે સોમવારના વ્રત અને ગુરૂગ્રહના જાપ કરવાથી લાભ રેહશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.
સિંહ (મ.ટ)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ ભાદરવા માસની શરૂઆતથી યથાવત પ્રગતી અને કાર્ય સફળતાના યોગ આપે છે માત્ર કાલ્પનીક વિચારો અને મંત્ર તંત્રની વાતોથી દુર રહેવુ જરૂરી છે. ઈશ્વર ઉપર શ્રધ્ધા અને નિરપેક્ષ ભાવના કેળવવાથી કપરા કાર્યો પણ સરળ બની શકે છે. મિલ્કત અને વિલવારસાના કાર્યોમાં પ્રગતી મળશે પત્ની ભાગીદારો અને વડીલો ન સહકાર મળશે સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવન જળવાઈ રહેશે કોર્ટ કચેરી અને મોસાળપક્ષથી શુભ સમાચાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે બુધવારના વ્રત અને દરરોજ સવારે પીપળે પાણી પધરાવવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતીકારક સમય રહેશે.
કન્યા (પ.ઠ.ણ)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ ભાદરવા માસની શરૂઆત યથાવત શનિ સુર્યનો બંધનયોગ આર્થિક માનસિક અને શારિરીક ત્રણેય રીતે સાચવવાનું સુચવે છે. ભૂતકાળને ભુલીને વર્તમાન માં જીવવુ અને નિરપેક્ષ ભાવનાથી કર્મો કરશો તો ભવિષ્યમાં જ સફળતા મળી શકે છે. મિલ્કત અને વારસાઈ કોર્ટમાં સહિ સિક્કાની બાબતોમાં ધ્યાન રાખવુ પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. સંતાનોનો સહકાર મળશે જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી મોસાળ પક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં ખર્ચા મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય સૂર્યને અર્ઘ્ય આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.
તુલા (ર.ત.)
મિત્ર આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ ગુરૂ ચંદ્ર અને સૂર્ય બુધનું ભ્રમણ યથાવત કાર્ય સફળતાના યોગ આપે છે કપરા કાર્યોને પણ સરળ બનાવી શકાશે માત્ર સમય શક્તિનો સદઉપયોગ કરવો જરૂરી છે. નહીતો ભવિષ્યમાં જ મંગળ કેતુ સાથે સૂર્ય પણ અશુભ મિલ્કત અને વારસાઈ કાર્યોમાં ધીરજ ધરવી જરૂરી છે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશ સંતાનોેનું કાર્ય લાભપ્રદ રહેશે ભાઈ બહેનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. જાહેર જીવનથી લાભ રહેશે કોર્ટ કચેરી અને મોેસાળપક્ષથી ચિંતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે ગુરૂવારના વ્રત અને ગણપતિનું પૂજન કરાવથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.
વૃશ્ચિક (ન.ય)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનીગ્રહની પનોતીનો અંતીમ તબક્કો અને ગુરૂ ગ્રહના બંધનયોગના કપરા સમયમાં પણ ભાદરવા માસ કાર્ય સફળતાના યોગ મળે છે નવા કાર્યોનું આયોજન પણ સફળ થશે માત્ર જિદ્દી સ્વભાવ અને ભૂતકાળનો ત્યાગ કરવો જરૂરી છે. મિલ્કત વિલવારસાના કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે સંતાનોના પક્ષોથી ચિંતા રહેશે પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. જાહેર જીવનથી લાભ રહેશે કોર્ટ કચેરી અને મોસાળપક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને વિદેશથી લાભ રહેશે આપના માટે શનિવારના વ્રત અને ગુરૂગ્રહના જાપ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતીકારક સમય રહેશે.
ધન (ભ.ફ.ધ.ઢ)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનિગ્રહની પનોતી અને રાહુગ્રહનો બંધનયોગ પ્રતિકુળ સમય આપવા તત્પર રહેશે નસીબનો સહકાર પણ નહીવત મળે છે તેથી વધુ મહેનતે થોડી સફળતા મળવાના યોગ છે. વાણીવર્તન અને વ્યવહારમા નમ્રતા કેળવવાથી લાભ રહેશે મિલ્કત અને વારસાઈ કાર્યોનુ નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલોની સલાહ ઉપયોગી બનશે સંતાનોનો સહકાર મળસે આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. જાહેર જીવન જળવાઈ રહેશે કોર્ટ કચેરી અને મોસાળપક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે શનિવારના વ્રત અને વિષ્ણુ ભગવાનનું પૂજન કરવાથી લાભ રહેશે બેહનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.
મકર (ખ.જ.)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્રથી શનિ સૂર્ય અને બુધગ્રહનું અશુભ ભ્રમણ ભાદરવા માસની શરૂઆત ચિંતાગ્રસ્ત પરિસ્થિતી આપી શકે છે. માત્ર આ સમય એકાગ્રતા કેળવીને પસાર કરી લેશો તો ભવિષ્યમાં જ પરિસ્થિતીનું નિરાકરણ મળી શકે છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં સહિસિક્કાની બાબતોમાં ધ્યાન રાખવુ પત્ની ભાગીદારો અને વડીલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. સંતાનોના કાર્યોનું નિરાકરણ મળશે જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળપક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ઘ્ય આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે કપરો સમય મળી શકે છે.
કુંભ (ગ.શ.સ.)
મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ મંગલ કેતુ ગ્રહના અશુભ બંધનયોગના કપરા સમયમાં પણ કાર્ય સફળતાના યોગ મળે છે નસીબનો સહકાર પણ મળે છે માત્ર મોજશોખ અને આળસવૃત્તીનો ત્યાગ કરવો જરૂરી છે. નહીતો ભવિષ્યમાં જ બધનયોગમા વૃધ્ધી થઈ શકે છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડીલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો સંતાનોની સલાહ લાભદાયી રહેશે ભાઈ બહેનોનું આરોગ્ય કેર માંગી લેશે જાહેર જીવન જળવાઈ રહેશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી ચિંતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને ગણપતીનું પૂજન કરવાથી લાભ રહેશે બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.
મીન (દ.ચ.ઝ.થ.)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું વરતારો ભાદરવા માસની શરૂઆત ગમે તેવા રોગ શત્રુનો સામનો કરવા માટે સક્ષમ રહેશો નવા કાર્યોનું આયોજન પણ સફળ થશે અચાનક કાર્યો સફળતાના યોગ પણ મળશે માત્ર હિતેચ્છુઓના સુચનો તરફ વિશ્વાસ રાખવો જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડીલોની સલાહ લાભદાયી રહેશે સંતાનોના પ્રશ્નોથી ચિંતા મળી શકે છે. વડીલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. જાહેર જીવનથી લાભ રહેશે કોર્ટ કચેરી અને મોસાળપક્ષથી શુભ સમાચાર મળશે યાત્રા પ્રવાસ અને વિદેશથી શુભ સમાચાર મળશે આપના માટે ગુરૂવારના વ્રત અને લક્ષ્મીનું પૂજન કરવાથી લાભ રહેશે બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleગુસ્તાખી માફ