ઇંગ્લેન્ડના સહાયક કોચ પૉલ ફારબ્રાસે કહ્યું કે, ભારતના રવીન્દ્ર જાડેજા ખુબ જ સારો ક્રિકેટર છે અને તેમને એ વાતની ખુશી છે કે, તે સિરીઝની પાંચમી અને માત્ર છેલ્લી ટેસ્ટમાં ઉતર્યો.
જાડેજએ આંઠમાં નંબર પર નવમી હાફ સેંચુરી (અણનમ ૮૬ રન) બનાવતા ભારતને પ્રથમ ઇનિંગમાં છ વિકેટ પર ૧૬૦ થી ૨૯૨ રનો સુધી પહોંચાડ્યુ. ફારબ્રાસે કહ્યુ,’તેની ભાગીદારી બનતા પહેલા જ તેને એક નવું જીવનદાન મળ્યુ, તેને તેનો પૂરો ફાયદો ઉઠાવતા શાનદાર ઇનિંગ રમ્યો. તે ખુબ જ પ્રતિભાશાળી અને ખતરનાક ક્રિકેટર છે. અમે ખુશ છીએ કે તે છેલ્લી ટેસ્ટમાં જ રમી શક્યો.’
કોચે કહ્યું કે, ક્રિકેટપ્રેમીઓ અને ઇંગ્લન્ડના ક્રિકેટર સમુદાયને આશા હશે કે, એલિસ્ટેયર કુક પોતાની છેલ્લી ટેસ્ટ ઇનિંગમાં સદી ફટકારે.
તેમણે કહ્યું,’જો તેઓ સદી ફટકારે છે તો, તે શાનદાર હશે, તેઓ દાયકોઓથી મળી રહેલ પ્રેમની મજા ઉઠાવી રહ્યા છે અને તેઓ લાંબી ઇનિંગ રમશે.