મહિન્દ્રા લોજિસ્ટિક્સ લિમિટેડ (“કંપની”)એ ૩૧ ઓક્ટોબર, ૨૦૧૭ને મંગળવારે કંપનીનાં રૂ. ૧૦ની ફેસ વેલ્યુ ધરાવતાં કુલ ૧૯,૩૩૨,૩૪૬ ઇક્વિટી શેરનો આઇપીઓ લાવવાની દરખાસ્ત રજૂ કરી હતી. ઓફર ફોર સેલ મારફતે પ્રસ્તુત આ આઇપીઓની પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂ. ૪૨૫થી રૂ. ૪૨૯ છે, જેમાં (૧) મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ (પ્રમોટર)નાં ૯,૬૬૬,૧૭૩ ઇક્વિટી શેર; (૨) નોર્મન્ડી હોલ્ડિંગ્સ લિમિટેડનાં ૯,૨૭૧,૧૮૦ ઇક્વિટી શેર; અને (૩) કેદાર કેપિટલ અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ-કેરાદર કેપિટલ એઆઇએફ ૧નાં ૩૯૪,૯૯૩ શેર સામેલ છે. ઓફરમાં લાયક કર્મચારીઓ દ્વારા સબસ્ક્રિપ્શન માટે ૧૨૫,૦૦૦ ઇક્વિટી શેરનું રિઝર્વેશન સામેલ છે
બિડ્સ લઘુતમ ૩૪ ઇક્વિટી શેર અને પછી ૩૪ ઇક્વિટી શેરનાં ગુણાંકમાં થઈ શકશે. બીઆરએલએમ સાથે ચર્ચા કરીને કંપની અને વિક્રેતા શેરધારકો સેબી આઇસીડીઆરનાં નિયમોને અનુરૂપ એન્કર રોકાણકારોને સહભાગી બનાવવા વિચારી શકે છે. એન્કર રોકાણકારની બિડિંગની તારીખ બિડ/ઓફર ખુલવાની તારીખનાં એક કાર્યકારી દિવસ અગાઉ એટલે કે ૩૦ ઓક્ટોબર, ૨૦૧૭નાં રોજ ખુલશે. ઓફર ૨ નવેમ્બર, ૨૦૧૭ને મંગળવારે ખુલશે.
ઓફરનાં બીઆરએલએમ કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ અને એક્સિસ કેપિટલ લિમિટેડ છે. આરએચપી મારફતે ઇશ્યૂ થનાર ઇક્વિટી શેરનું લિસ્ટિંગ બીએસઇ અને એનએસઇ પર થશે.
ઓફર બુક બિલ્ડિંગ પ્રક્રિયા અને સેબી આઇસીડીઆર નિયમોની કલમ ૨૬(૧)ને અનુરૂપ રજૂ કરવામાં આવી છે, જેમાં નેટ ઓફરનો ૫૦ ટકા હિસ્સો સપ્રમાણ આધારે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સને ઓફર કરવામાં આવશે. કંપની અને વિક્રેતા શેરધારકો બીઆરએલએમ સાથે ચર્ચા કરીને એન્કર ઇન્વેસ્ટર્સને ક્યુઆઇબી પોર્શનનો ૬૦ ટકા સુધીનો હિસ્સો વિવેકાધિન ધોરણે ફાળવી શકે છે, સેબી આઇસીડીઆર નિયમનોને અનુરૂપ ઓફરનો લઘુતમ ૧૫ ટકા હિસ્સો સપ્રમાણ આધારે બિન-સંસ્થાગત રોકાણકારો અને ચોખ્ખી ઓફરનો લઘુતમ ૩૫ ટકા હિસ્સો રિટેલ વ્યક્તિગત રોકાણકારોને ફાળવણી માટે ઉપલબ્ધ થશે, જે ઓફર પ્રાઇઝ પર કે તેનાથી વધારે કિંમત પર માન્ય બિડ્સ મળવાને આધિન છે. આ ઓફરમાં તમામ બિડર્સ એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ પ્રોસેસ દ્વારા જ સહભાગી થશે અને તેમણે તેમની બેંક ખાતાઓની વિગતો પૂરી પાડવી પડશે, જેમાં બિડની રકમ સેલ્ફ સર્ટિફાઇડ સિન્ડિકેટ બેંક્સ દ્વારા બ્લોક થશે. એન્કર રોકાણકારોને એએસબીએ પ્રક્રિયા મારફતે એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં સહભાગી થવાની છૂટ નથી.