સેકટર-૫/બી શોપીંગ સેન્ટર ખાતે ચોથા સાર્વજનિક ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન

2743

જય ગોગા યુવક મંડળ, સેકટર-૫/બી, ગાંધીનગર દ્વારા ચોથા સાર્વજનિક ગણેશ ચતુર્થી મહોત્સવનું આયોજન  તા. ૧૩ થી ૧૭ સપ્ટેમ્બર, ૨૦૧૮ દરમ્યાન સેકટર- ૫/બી શોપીંગ સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે. આ દિવસો દરમ્યાન વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન મંડળ દ્વારા કરવામાં આવ્યું છે.

ચોથા સાર્વજનિક ગણેશ મહોત્સવ દરમ્યાન તા. ૧૩મી સપ્ટેમ્બર, ૨૦૧૮ના રોજ સવારના ૮.૧૫ કલાકે શોભાયાત્રા અને પોથીયાત્રા વિજયસિંહ સોલંકી, પ્લોટ નંબર- ૧૫૪૬/૨, સેકટર-૫/બી ખાતેથી નીકળશે. સવારના ૧૦.૩૦ કલાકે ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવશે. તેમજ બપોરના ૨.૦૦ કલાકે આનંદનો ગરબો અને સાંજના ૮.૦૦ કલાકે ડાયરાનો કાર્યક્રમ યોજાશે. તા. ૧૪મી સપ્ટેમ્બર, ૨૦૧૮ ના રોજ સવારના ૧૧.૦૦ કલાકે આનંદનો ગરબો, બપોરના ૨.૦૦ કલાકે શિવ મહિમા અને રાત્રે ૮.૦૦ કલાકે નાટકનો કાર્યક્રમ યોજાશે. તે ઉપરાંત તા. ૧૫મી સપ્ટેમ્બર ના રોજ સવારના ૯.૦૦ કલાકે શરીરમાં થતાં સાંધાના દુખાવાનો મફત નિદાન કેમ્પ યોજાશે. તેમજ તા. ૧૫મીના રોજ સવારના ૧૧.૦૦ કલાકે ભજન, બપોરના ૨.૦૦ કલાકે શિવ મહિમા અને રાત્રે ૮.૦૦ કલાકે સુંદરકાંડનું આયોજન પણ કરવામાં આવ્યું છે. તા. ૧૬ સપ્ટેમ્બરના રોજ સવારના ૧૦.૩૦ કલાકે સત્યનારાયણ ભગવાનની કથા, બપોરના ૨.૦૦ કલાકે શિવ મહિમા અને રાત્રિના ૮.૦૦ કલાકે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવના છેલ્લો દિવસ એટલે કે તા. ૧૭મી સપ્ટેમ્બર ના રોજ સવારના ૭.૩૦ કલાકે મહા આરતી, સવારના ૯ થી ૧૦.૩૦ કલાક દરમ્યાન ૧૫૦૧ મોદકના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. ગણપતિદાદાની વિસર્જન યાત્રા આ દિવસે સવારના ૧૧.૦૦ કલાકે ૭૧ નાસિક અને ખડક ઢોલ સાથે નીકળશે.

Previous articleખાત્રજ આલ્ફા કોલેજ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
Next articleમાણસામાં રસ્તા પર વૃક્ષો પડાયા  શાળા-કોલેજો-બજારો બંધ કરાવાયા