ધી ફસ્ટ એશિયા પેશીફીકમાં કરાઇ અકાદમીનાં મહિલા ટ્રેનરને બે ગોલ્ડ

1048

મલેશીયાનાં પનાંગ શહેરમાં ગત તા ૬થી ૧૦મી સપ્ટેમ્બર સુધી રમાઇ રહેલી ધી ફસ્ટ એશિયા પેસીફીક માસ્ટર ગેમ્સ ૨૦૧૮ સ્વીમીંગ સ્પર્ધામાં ગાંધીનગરનાં કરાઇ સ્થિત કરાઇ પોલીસ અકાદમીમાંથી ટ્રેઇનર સોનલબેન પુરોહીત, રામભાઇ ખાંટ તથા રામમિલન યાદવે ભાગ લેવા પહોચ્યા હતા.

જેમાં ફ્રિ સ્ટાઇલમાં સોનલબેન પુરોહીતે બે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે. જયારે રામભાઇ ખાંટે સિલ્વર મેડલ મેળવ્યો હતો. સોનલબેન કરાઇ અકાદમીમાંથી ઇન્ટરનેશનલ લેવલે સ્વીમીંગમાં ભાગ લેનાર તથા ગોલ્ડ મેડલ મેળવનાર પ્રથમ મહિલા બન્યા છે.

Previous articleમાણસામાં રસ્તા પર વૃક્ષો પડાયા  શાળા-કોલેજો-બજારો બંધ કરાવાયા
Next articleગાંધીનગરમાં કોંગ્રેસી કાર્યકરો બંધ કરાવવા નિકળ્યા : પોલીસે ડીટેઈન કર્યા