ગાંધીનગરમાં કોંગ્રેસી કાર્યકરો બંધ કરાવવા નિકળ્યા : પોલીસે ડીટેઈન કર્યા

920

મોંઘવારીને લઈને કોંગ્રેસે આપેલા ભારત બંધના સંદર્ભમાં કોંગ્રેસી કાર્યકરો ધારાસભ્ય સી. જે. ચાવડાની આગેવાની હેઠળ પથીકાશ્રમથી રેલી સ્વરૂપે નીકળી દુકાનો બંધ કરાવવા તથા સુત્રોચ્ચારો કરતાં કરતા સેકટર – ૧૬, ઘ-પ સુધી પહોંચ્યા હતા. જયાં પોલીસ સાથે ઘર્ષણ અને કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી વાનમાં બેસાડી લઈ જવામાં આવ્યા હતા. ગાંધીનગરમાં સવારથી જ સેકટર – ર૧ સહિતના બજારો ખુલી ગયા હતા અને શાળા તેમજ કોલેજોમાં કેટલીક શાળાઓએ સ્વેચ્છાએ બાળકોને નહીં આવવા જણાવતા બંધ રહી હતી. જયારે કેટલી શાળાઓ રાબેતા મુજબ ચાલુ રહી હતી. કોંગ્રેસી કાર્યકરોએ બંધ કરાવ્યા બાદ થોડા જ કલાકોમાં બજાર ફરી પાછા રાબેતા મુજબ ચાલુ થયા હતા. આમ બંધને જોઈએ તેવો પ્રતિસાદ મળ્યો ન હતો.

 

Previous articleધી ફસ્ટ એશિયા પેશીફીકમાં કરાઇ અકાદમીનાં મહિલા ટ્રેનરને બે ગોલ્ડ
Next articleહિંમતનગર સહિત જીલ્લામાં મળેલો મિશ્ર પ્રતિસાદ ઈડર, વડાલીમાં સજજડ બંધ પળાયા બાદ દુકાનો ખુલી