કોંગ્રેસ અને તેના સાથી પક્ષો ધ્વારા પેટ્રોલ-ડીઝલ સહિત ના ઈંધણ ના ભાવવધારા ના વિરોધ માં અપાયેલ ભારત બંધ ના એલાન નો હિંમતનગર સહિત જીલ્લા માં મિશ્રપ્રતિ સાદ મળ્યો હતો.
જેમાં હિંમતનગર માં શહેર કોંગ્રેસ ના આગેવાનો ધ્વારા શહેર માં બંધ પાડવા નીકળતા પોલીસ એ તેમની અટકાયત કરી છોડી મુકયા હતા. જેમાં કોંગ્રેસ આગેવાનો અને મહિલા કાયૅકરો રીતસર દુકાનદારો ને અમારા માન ખાતર અડધો કલાક દુકાન બંધ કરી પછી દુકાન ખોલી નાંખજો તેમ કહી દુકાનદારો ને બંધ કરાવતા નજરે પડયા હતા. જેમાં શહેર ની મોટાભાગની શાળા કોલેજો ખુલ્લી રહેવા પામી હતી. જયારે કોંગ્રેસ શાસીત પાણપુર પાટીયા વિસ્તાર ના લઘુમતિ સમાજ એ બંધ નો જાકારો આપી પોતાના ધંધા રોજગાર ખુલ્લા રાખ્યા હતા. જીલ્લા એસ.ટી.વિભાગીય નિયામક શુકલા એ જણાવ્યું હતું કે ભારત બંધ ના એલાન ને પગલે સવાર થી જ બાયડ,ભિલોડા,મોડાસા,માણસા,વિજાપુર સહિત ના કુલ ૧રપ થી ૧પ૦ જેટલા એસ.ટી.રૂટ રદ કરવામાં આવ્યા હતા. જે રૂટ બપોર બાદ ૪ પોલીસ ની સાથે પરામશૅ કયૉ બાદ ચાલુ કરી દેવામાં આવ્યા હતા. જયારે એસ.ટી.કોઈ આગજ ની બનાવ ન બન્યો હોવાનું હિંમતનગર એસ.ટી.ડેપો મેનેજર સોનલબેન એ જણાવ્યું હતું.
જયારે જીલ્લા ના ઈડર અને વડાલી માં પૂવૅ જીલ્લા પંચાયત પ્રમુદ રાજેન્દ્રસિંહ કુંપાવત,પૂવૅ જીલ્લા પ્રમુખ ડાહયાભાઈ પટેલ,અમાનુલ્લાહખાન પઠાણ સહિત ના આગેવાનો એ શહેર ને સ્વેચ્છા એ બંધ પાડવા માટે અપીલ કરતાં મોટા ભાગ ની દુકાનો બંધ રહેવા પામી હતી. જે બપોર બાદ ધંધા રોજગાર પુનઃ ધમધમતા થઈ જવા પામ્યા હતા. આમ ભારત બંધના એલાન નો હિંમતનગર સહિત ના જીલ્લા માં મિશ્રપ્રતિ સાદ સાંપડયો હતો.