સમગ્ર દેશમાં પેટ્રોલ, ડિઝલ અને રાંધણગેસ જેવા ઈંધણના ભાવો સતત વધી રહ્યાં છે. જેમાં પેટ્રોલ પ્રતિ લીટર ૮૦ રૂા., ડિઝલ પ્રતિ લિટર ૭૯.૦ર રૂા. તથા રાંધણ ગેસના ૮૧૭.પ૦ રૂા. વર્તમાન ભાવે વેચાણ થઈ રહ્યું છે ત્યારે સામાન્ય-મધ્યમ વર્ગની કમર તુટી જાય તેવા ભાવો કહી શકાય. આજે કોંગ્રેસ પક્ષ દ્વારા ઉપરોક્ત ઈંધણના સતત વધી રહેલ ભાવો અનુસંધાને ભારત બંધનું જે એલાન આપવામાં આવેલ. ભારત બંધના એલાનના મુદ્દે શાળા-કોલેજો પણ બંધ કરાવવા જતાં કોંગ્રેસમાં રાજેશભાઈ ગોહિલ-ધંધુકા કોંગ્રેસ ધારાસભ્ય, પ્રવિણસિંહ ચાવડા તાલુકા સદસ્ય, મોહમદરઝા સૈયદ-પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ, અમીત રાણપુરા-પાલિકા સદસ્ય, પ્રકાશભાઈ ડાભી-કોંગ્રેસ શહેર પ્રમુખ, જયેશભાઈ ચાવડા-મંત્રી, યુવા પ્રદેશ, ખલીફા સીદીકભાઈ એનએસયુઆઈ સહિત કુલ ૩૦ કાર્યકરોની ધંધુકા પોલીસે અટકાયત કરી હતી.