સિહોર, વલ્લભીપુર અને ગારિયાધારમાં બંધનું એલાન સફળ

765

પેટ્રોલ-ડિઝલ, રાંધણગેસ સહિત ઈંધણના વધતા જતા બેફામ ભાવવધારાથી સમગ્ર દેશની પ્રજા ત્રસ્ત બની છે. મોંઘવારીએ સામાન્ય પ્રજાનું જીવન જીવવું મુશ્કેલ બન્યું છે. ખેડૂતો પાયમાલ થઈ રહ્યાં છે ત્યારે કોંગ્રેસ દ્વારા આજે ભારત બંધનું એલાન આપેલ. તેના પગલે ભાવનગર જિલ્લાના સિહોર, વલ્લભીપુર અને ગારિયાધાર ખાતે કોંગ્રેસ દ્વારા અપાયેલ બંધના એલાનને વેપારીઓ અને આમ જનતા તરફથી જબ્બર સમર્થન મળેલ. આજે સવારથી જ તમામ તાલુકાઓમાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો એકઠા થયા હતા અને સુત્રોચ્ચારો કરી પેટ્રોલ-ડિઝલના ભાવવધારાનો વિરોધ કર્યો હતો. જ્યારે કેટલાક તાલુકાઓમાં આવેદનો આપવામાં આવ્યા હતા. જ્યારે પોલીસ દ્વારા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓની અટકાયત કરાઈ હતી. આમ તાલુકા કક્ષાએ ભારત બંધનું એલાન સફળ રહ્યું હતું. તસવીર : કૌશિક વ્યાસ,ધર્મેન્દ્રસિંહ સોલંકી

Previous articleપેટ્રોલ ડિઝલના વિરોધમાં રાણપુરે સજ્જડ બંધ પાળ્યો
Next articleપત્રકાર પર હુમલાના જવાબદાર પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવા ભાવનગર એબીપીએસએસની માંગ