ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના જન્મ દિવસની ઉજવણી થશે

914

ભાવનગરના પશ્ચિમ વિધાનસભા વિસ્તારના સરળ અને સંવેદનશીલ વ્યકિતત્વ ધરાવતા ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીનો જન્મ દિવસ તા.૧૧-૯ના રોજ છે ત્યારે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ તરીકે સમગ્ર ગુજરાતમાં યુવાનો માટે પ્રેરણારૂપ અને કયારેય પણ પોતાનો જન્મ દિવસ ન ઉજવનાર અને જન્મદીને પણ સેવાકાર્યોથી ઉજવાય તેવા હંમેશા આગ્રહી જીતુભાઈ વાઘાણીના જન્મદિને ભાવનગરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન છે ત્યારે વડવા-અ વોર્ડની ટીમ દ્વારા લોક પ્રતિનિધીના જન્મદિને વોર્ડમાં વિવિધ સ્થળોએ તેમની ગ્રાન્ટમાંથી ફાળવેલ ૧૦૦ નંગ ટ્રી-ગાર્ડથી વૃક્ષારોપણ થનાર છે. કાલે ૪૭ વૃક્ષો રોપી તેમનો જન્મ દિવસ વિવિધ સોસાયટીમાં ઉજવાશે.

Previous articleપત્રકાર પર હુમલાના જવાબદાર પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવા ભાવનગર એબીપીએસએસની માંગ
Next articleનિર્મળનગર ખાતેથી દેશી તમચા સાથે શખ્સ ઝબ્બે