હાર્દિક પટેલ પાંચ દિવસના જિલ્લાના પ્રવાસે છે જેના ભાગરૂપે પ્રથમ દિવસે ઉમરાળા ખાતે યોદ્ધા સંમેલન યોજાયું હતું કાર્યક્રમ ટીંબી રોડ પર આવેલ ગ્રાઉન્ડમાં યોજવામાં આવ્યો હતો જેમાં હાર્દિકની સાથે ગોપાલ ઇટાલીયા, અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવીયા, નરેશ ડાખરા, વિજય માગુકીયા, સહિતના પાસ કન્વીનરો ઉપસ્થતિ રહ્યા હતા હાર્દિકનું આગમન પૂર્વે ગોપાલ ઇટાલીયાએ સરકાર ને આડે હાથ લીધી હતી હાર્દિકના આગમન સાથે સભા સ્થળ જય સરદારના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું હાર્દિકનું સર્વે સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું ખાસ કરીને ક્ષત્રિય સમાજ દ્વારા તલવારની ભેટ અને સાફો પહેરાવીની સન્માનિત કરાય હતા સન્માન દરમિયાન અવ્યવસ્થા પણ સર્જાઈ હતી લોકો હાર્દિક સાથે મોબાઈલ ફોનમાં સેલ્ફી લેવા રીતસર પડાપડી કરતા જોવા મળ્યા હતા હાર્દિકે જય સરદારના નાદ સાથે પોતાનું વ્યક્તવ્ય શરૂ કર્યું હતું અને સરકારને આડે હાથ લીધી હતી આ સરકારે ભાવનગર અમદાવાદ શોર્ટ માર્ગ નહિ બનાવીને કેટલાક નિર્દોષ લોકો નો ભોગ લેવાયો છે જ્યારે કલ્પસર યોજના સામે પણ કેટલાક સવાલો ઉઠાવી સરકારને ભાંડી હતીં. ઉમરાળા ખાતેની સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતાં.