ગારિયાધારમાં ગઈકાલે થયેલ ઘરફોડ ચોરીમાં ગારિયાધાર પોલીસે ગામમાં રહેતા શખ્સને ગણતરીની કલાકોમાં ૧૦૦ ટકા મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી.
ગારિયાધાર પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ૪૫૭, ૩૮૦ મુજબની ફરીયાદ રમેશભાઇ હિરાભાઇ ખેની પટેલ ગારીયાધાર વાળાએ આપેલ જે ચોરીની ફરીયાદ અનુસંધાને ગારીયાધાર પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ આર.એચ.બાર, હેડ.કોન્સ પી.કે. ગામેતી, હેડ.કોન્સ તીરૂણસિંહ સરવૈયા, પોલીસ. કો.મયુરસિંહ ગોહિલ, પોલીસ. કો.જીતુભાઇ ડાંગર, પો.કો. જીતેન્દ્રભાઇ મકવાણા, પો.કો. દિલીપભાઇ ખાચર, પો.કો.શકિતસિંહ સરવૈયા, પો.કો.વિજયભાઇ મકવાણા, અન્ય પોલીસ સ્ટાફ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન બાતમી રાહે હકિકત તેમજ ફરીયાદીનાં વર્ણન મુજબ ઇરફાન ઉર્ફે ઇપો દિલુભાઇ પઠાણ ઉ.વર્ષ.૨૫. રહે મફતપરા ગારીયાધારવાળાને તેનાં ઘરેથી ઝડપી પાડી સઘન પુછપરછ કરતાં ઉપરોકત આરોપીએ ચોરી કરેલાની કબુલાત આપેલ તેમજ ચોરીમાં ગયેલ મુદ્દામાલ એક સોનાની વીંટી હીરામાં ઝડેલી જે દોઢ તોલાની કિંમત. રૂપિયા. ૭૦,૦૦૦/- તેમજ હિરાના પાંચ પેકેટ પાંચ કેરેટ જેની કિંમત.રૂપિયા.૮૦,૦૦/- કુલ ટોટલ કિંમત રૂ.૭૮,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ.