પાલીતાણા કન્યા વિદ્યાલયમાં જૈન મુનિનું વ્યાખ્યાન યોજાયું

1007

પાલિતાણા સોસાયટી દ્વારા સંચાલીત એમ.એમ. કન્યા વિદ્યાલયમાં શાળાકીય મહેમાન મંડળ પ્રવૃત્તિ અંતર્ગત જૈન મુનિનું વિદ્વતાસભર વ્યાખ્યાન યોજાયુ હતું. જેમાં તેોએ રાષ્ટ્રીયતાને કેન્દ્ર સ્થાને રાખી વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાષા ઉજાગર કરવાનો ઉત્તમ પ્રયાસ કરેલ.

પાલીતાણા સ્થિત એમ.એમ. કન્યા વિદ્યાલયમાં મહેમાન મંડળ પ્રવૃત્તિ અંતર્ગત ખ્યાતી પ્રાપ્ત જૈનાચાર્ય પરમ પૂજ્ય આચાર્ય ભઘવંત પદ્યુમન વિમલસુરિશ્વર મ.સા. (ભાઈ મહારાજ)અને પ.પૂ.આ.ભ.વિમલ સુરિશ્વર મ.સા.ને શાળા દ્વારા આમંંત્રિત કરવામાં આવેલ જેમાં પ.પૂ. આ.ભ.વિમલ સુરિશ્વર મા.સા.એ. રાષ્ટ્રીયતા રાષ્ટ્ર ભાવના પર વિદ્વતાસભર વ્યાખ્યાન આપેલ ધર્મ સંપ્રદાયયી ઉપર ઉઠી સારા સંસ્કારોનું સિંચન, જીવનમાં માતા-પિતા ગુરૂનું મહત્વ વિદ્યાનું મહત્વ દ્રઢ સારા સંસ્કારોનું સિંચન, જીવનમાં માતા પિતા ગુરૂનું મહત્વ, વિદ્યાનું મહત્વ દ્રઢ નિશ્ચય હકારાત્મક વિચારણા જીવનમાં ઉત્તમ ધ્યેય નિર્ધારિત કરી તેને પ્રાપ્ત કરવાની તમન્ના વગેરેને રાષ્ટ્રભાવનાના સંદર્ભમાં સાંકળી લઈ પોતાના ઉત્તમ વિચારો સહજશૈલી વિદ્યાર્થીનીઓ સમક્ષ પ્રગટ કરેલ. આ કાર્યક્રમમાં પાલીતાણા એજ્યુ.સોસાયટીના હોદ્દેદારો ટ્રસ્ટી જૈન સમાજના અગ્રણીઓ વગેરે ઉપસ્થિત સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય તથા સમગ્ર સ્ટાફગણે ભારે જહેમત ઉઠાવેલ.

Previous articleભારત બંધના એલાનને પાલીતાણામાં મિશ્ર પ્રતિસાદ
Next articleવિશેષ મતદાર સુધારણા ઝુંબેશનો પ્રારંભ