આજરોજ પાલીતાણામાં હૈદરશાબાપુનો ઉર્ષ ઉજવાયો હતો. દર વર્ષની જેમ આ વરસે પણ મહેતા પરિવારે સૌપ્રથમ ચાદર ચડાવી હતી તેમજ વર્ષોની પરંપરા મુજબ આજની પહેલી ન્યાજ (પ્રસાદી) પણ મહેતા પરિવાર તરફથી હતી. લગભગ ૩પ૦ વર્ષથી મહેતા પરિવારના લોકો મુંબઈથી ખાસ ઉર્ષમાં આવે છે. આમ તો દરગાહમાં મહિલાઓને જવા માટે પ્રતિબંધ હોય છે પણ આ દરગાહમાં મહેતા પરિવારની મહિલાઓ માટે છુટ હોય છે અને આ દરગાહમાં હિન્દુ સમાજના લોકો ૩૬પ દિવસ દર્શન માટે આવે છે. આજે પણ હિન્દુ-મુસ્લિમના પપ૦૦ લોકોએ દર્શન કરી ઉર્ષમાં દરેક સમાજના લોકો અલગ-અલગ પ્રકારની સેવાઓ પણ આપે છે. આજે રાત્રે ૧૦ કલાકે ચંદલ શરીફ ચડશે અને પાલીતાણાના રાજમાર્ગ પર ફરી હૈદરશાપીરની દરગાહે પૂર્ણ થશે. આ ચંદલમાં પણ દરેક સમાજના લોકો સામેલ થશે જે માર્ગ પર ચંદલ શરીફ નિકળશે તે માર્ગ પર ચા-નાસ્તો-ભજીયા ભેળના સ્ટોલો રાખવામાં આવ્યા છે તેમજ આવતીકાલે રાત્રે ઈશાની નમાજ બાદ ઈજતેમાનો પ્રોગ્રામ પણ છે.