ઈશ્વરિયાના કાર્યકર્તા અને પુર્વ સરપંચ મુકેશ પંડિતને નવીદિલ્હી ખાતે નેપાળના પ્રથમ ઉપરરાષ્ટ્રપતિ પરમાનંદ ઝાના હસ્તે કર્મશ્રી પદક સન્માન એનાયત કરાયેલ છે.
આંતરરાષ્ટ્રીય સમસત્તા મંચ અને રાષ્ટ્રીય સત્તા મંચના સંયુકત આયોજનથી ભાવનગર જીલ્લાના ઈશ્વરિયા ગામના કાર્યકર્તા-પત્રકાર અને પુર્વ સરપંચ મુકેશકુમાર પંડિતને તેમના કર્મસ્થાનના વિકાસ અને સેવાકાર્યો ના આવલોકન પરથી કર્મ પદક માટે પસંદ કરવામાં આવેલ.
નેપાળના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ન્યાયમુર્તિ પરમાનંદ ઝા દ્વારા મુખ્ય અતિથિ સ્થાને ઉદ્દબોધન કરતા ભારત નેપાળના રાજદ્વારી અને જન સ્તરીય સંબંધો અંગે વાત કરી હતી. તેઓના હસ્તેમુકેશ કુમાર પંડિતને કર્મશ્રી પદક સન્માન એનાયત કરાયેલ છે. આ સાથે ચંદ્રક, સન્માન પત્ર, ચાદર તથા સાફો પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં નેપાળ સરકારની પશુપતિનાથ વિકાસ વિભાગના અધયક્ષ પ્રદીપજી સાલેમ, કાઠમંડુ નેપાળના પુર્વ રાષ્ટ્રદૂત શ્યામાનંદ સુમન, નેપાળી દુતાવાસ જાપાનના પુર્વ રાજદૂન શ્યમાનંદ સુમન, સંસ્થાના મહાવીર પ્રસાદ હોડી વગેરેએ પ્રાસંગિક ઉદ્દબોધનો દ્વારા સન્માનિતોને બિરદાવેલ ભુતપુર્વ રાષ્ટષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણના જનદિવસ પર બુધવાર તા. પ સપ્ટેમ્બરે નવીદિલ્હી હમગન મેનન ભવન ખાતે આ સન્માન સાથે મહાનુભાવો સાથે સૌ પ્રીતિ ભોજનમાં જોડાયેલ.