પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારાને લઈને કોંગ્રેસે ભારત બંધનું એલાન આપ્યું ત્યારે અમદાવાદનાં કેટલાંક વિસ્તારોમાં બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો તો શહેરનાં પશ્ચિમ વિસ્તારોમાં બંધની નહીવત અસર જોવા મળી છે. અમદાવાદનાં પશ્ચિમ વિસ્તારોની વાત કરીએ તો ઘાટલોડિયા, એસ.જી હાઈવે, ગુરુકુળ સહિતનાં વિસ્તારોમાં દુકાનો રાબેતા મુજબ ચાલુ જોવાં મળી.
ભારત બંધની અસર સમગ્ર અમદાવાદમાં પણ જોવાં મળી. આજ સવારથી જ અમદાવાદ શહેરમાં કોંગ્રેસી નેતાઓ અને કાર્યકર્તાઓ બંધ કરાવવા માટે માર્ગો પર ઉતરી પડ્યાં હતાં અને દુકાનો અને બજારો બંધ કરાવવા માટે તેઓ રસ્તે નીકળી પડ્યાં હતાં. તો કેટલાંક સ્થળોએ બળજબરી પણ કરાઇ તો ક્યાંક ઘર્ષણ થયું તેમજ ક્યાંક કાર્યકર્તાઓની અટકાયત પણ થઈ. રોડ પર ચક્કાજામ કરવા માટે કાર્યકર્તાઓએ ટાયરો સળગાવ્યાં. તો કેટલીક શાળા અને કોલેજો પણ બંધ કરાવી.
માત્ર એટલું જ નહીં પરંતુ એસ.ટી. અને છસ્જીની બસો પણ અટકાવી દેવાઇ. કોંગ્રેસે એસ.ટી. બસનાં ટાયરની હવા કાઢી નાખીને વિરોધ નોંધાવ્યો હતો. તો રિલીફ રોડ પાસે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા બંધ કરાવવા માટે નીકળ્યાં હતાં. તે દરમ્યાન અમિત ચાવડાની પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી હતી.
અમિત ચાવડાની સાથે સાથે લાલદરવાજા વિસ્તારમાંથી પણ કોંગ્રેસનાં કાર્યકરોની અટકાયત કરવામાં આવી. આ દરમ્યાન કોંગી કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. માત્ર એટલું જ નહીં પણ મહિલા કાર્યકર્તાઓ પણ બંધ કરાવવા માટે માર્ગો પર ઉતરી આવી હતી અને મહિલા કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયા બાદ મહિલા કાર્યકર્તાઓની પણ અટકાયત કરી લેવામાં આવી હતી.
તો આ તરફ અમદાવાદનાં કાલુપુર વિસ્તારમાં પણ બંધની અસર જોવાં મળી. ભારત બંધનાં એલાનને પગલે કાલુપુરનાં વેપારીઓએ સ્વયંભુ દુકાનો બંધ રાખી હતી. કાલુપુરથી ગીતા મંદિર રોડ પર સજ્જડ બંધ જોવાં મળ્યો. તો ઘંટાકર્ણ માર્કેટ અને ક્લોથ માર્કેટમાં પણ વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી હતી.
કાલુપુરથી આસ્ટોડિયા દરવાજા સુધીનાં રસ્તાઓ પર પણ મોટા ભાગની દુકાનો બંધ જોવાં મળી. કાલુપુરમાં માર્કેટ બંધ હોવાંથી રસ્તા પર લોકોની ઓછી અવરજવર જોવાં મળી. બંધનાં આ એલાનને ધ્યાનમાં રાખીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કાલુપુર વિસ્તારમાં પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવાં મળ્યો.કોંગ્રેસ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદમાં કોંગ્રેસનાં કાર્યકરોએ રસ્તાઓ બંધ કરાવીને વિરોધ નોંધાવ્યો છે. શિલજ-રાંચરડા રોડ પર વાહનો રોકીને કોંગ્રેસનાં કાર્યકરોએ વિરોધ કર્યો હતો. કોંગ્રેસનાં કાર્યકરોએ જી્, છસ્જી સહિતનાં વાહનો રોકીને ટાયરો સળગાવીને ઉગ્ર વિરોધ કર્યો હતો.