દિલ્હી-એનસીઆરમાં ૨૪ કલાકમાં બીજીવાર ભૂકંપના આંચકા અનુભવાયા

906

દિલ્હી-NCRમાં ૨૪ કલાકમાં બીજીવાર ભૂકંપનાં આંચકા અનુભવાયા છે. રવિવાર બાદ આજે સામવારે સવારે ઉત્તર પ્રદેશનાં મેરઠમાં ભૂકંપ આવ્યો, જેને કારણે દિલ્હીમાં પણ ભૂકંપનાં આંચકા અનુભવાયા હતાં. સોમવારે સવારે ૬.૨૮ વાગ્યે મેરઠનાં ખરખૌદામાં ભૂકંપ આવ્યો હતો, જેને પગલે લોકોમાં ભય વ્યાપી ગયો. જોકે, ભૂકંપને કારણે કોઈપણ પ્રકારની જાનહાનિ કે માલહાનિ થઈ નથી.

આ અગાઉ રવિવારે સાંજે ભૂકંપનાં હળવા આંચકા અનુભવાયા હતા. ભૂકંપનાં આંચકા હરિયાણા તેમજ ઉત્તર પ્રદેશમાં પણ કેટલાક સ્થળોએ અનુભવાયા હતાં.

રવિવારે સાંજે આવેલા ભૂકંપનાં આંચકા આશરે ૧૦ સેકન્ડ સુધી અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર જમીનથી ૧૦ કિમી નીચે હરિયાણાનાં ઝજ્જર જિલ્લામાં હતું. રિએક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૩.૮ માપવામાં આવી હતી.

જણાવી દઈએ કે, આ અગાઉ પહેલી જુલાઈએ પણ દિલ્હી-દ્ગઝ્રઇ સહિત આખા ઉત્તર ભારતમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિએક્ટર સ્કેલ પર ૪.૦ માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર હરિયાણાનાં સોનીપતમાં હતું. ભૂકંપનો આભાસ થતાં જ લોકો ઘર-ઓફિસમાંથી નીકળીને બહાર આવી ગયા હતા.

 

Previous article૩૫-છની લડાઈ મોત સુધી જ લડાશે : મહેબુબા મુફ્તી
Next articleહેરાલ્ડ કેસમાં રાહુલ, સોનિયા ગાંધીની અરજી ફગાવી દેવાઈ