પેટ્રોલિયમ પેદાશોની વધતી જતી કિંમતોને લઇને કેન્દ્ર સરકારની સામે આક્રમક વલણ અપનાવી રહેલી કોંગ્રેસ પાર્ટીને નેશનલ હેરાલ્ડ કેસમાં મોટો ફટકો પડ્યો છે. આ ફટકો દિલ્હી હાઈકોર્ટે આપ્યો છે. આજે કોર્ટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની એવી અરજીને ફગાવી દીધી હતી.
જેમાં તેઓએ ૨૦૧૧ અને ૨૦૧૨માં પોતાના કરવેરા નિર્ધારણની ફાઇલ બીજી વખત ખોલવાને પડકાર ફેંક્યો હતો. દિલ્હી હાઈકોર્ટે સાફ શબ્દોમાં કહ્યું છે કે, આવકવેરા વિભાગની પાસે એવા અધિકાર છે કે, ટેક્સ સંબંધિત કાર્યવાહીને તે ફરીથી કોઇપણ કેસમાં ખોલી શકે છે. કોર્ટે વધુમાં કહ્યું છે કે, અરજી કરનાર લોકોએ પોતાની ફરિયાદને લઇને આવકવેરા વિભાગનો સંપર્ક કરવો જોઇએ. કોર્ટનો આ ચુકાદો આજે એવા સમયે આવ્યો હતો.
જ્યારે કોંગ્રેસના નેતૃત્વમાં વિરોધ પક્ષો દ્વારા ભારત બંધની હાકલ કરવામાં આવી હતી. ભારત બંધ દરમિયાન દેખાવો કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના નેતૃત્વમાં વિરોધ પક્ષોના ભારત બંધ દરમિયાન જોરદાર વિરોધ પ્રદર્શન થયા હતા. કોર્ટના ચુકાદા બાદ ભાજપે પણ વળતા પ્રહાર કર્યા હતા. ભાજપે કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી ભ્રષ્ટાચારમાં ગળાડુબ છે. આજે જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ્ટ અને જસ્ટિસ એકે ચાવડાની બનેલી બેંચે કહ્યું હતું કે, અરજીઓ ફગાવી દેવામાં આવી છે. પીઠે કોંગ્રેસ નેતા ઓસ્કાર ફર્નાન્ડિઝની અરજીને પણ ફગાવી દીધી હતી. ઓસ્કાર ફર્નાન્ડિઝે ૨૦૧૧ અને ૨૦૧૨ના દિવસે પોતાના કરવેરા નિર્ધારણની ફાઇલને ફરી ખોલવાને પડકાર ફેંક્યો હતો. ત્યારબાદ ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે, કોંગ્રેસ અધ્યક્ષ અને યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધી આ મામલામાં ફસાયેલા છે. ભાજપના પ્રવક્તાએ કહ્યું હતું કે, રાહુલ ગાંધી જ્યારે કોર્ટમાં પહોંચ્યા તા ત્યારે છેલ્લી વખત તેઓએ માંગ કરી હતી કે, કોર્ટ મિડિયાને એવી માહિતી આપે કે તે નેશનલ હેરાલ્ડ કેસમાં રિપોર્ટિંગ ન કરે. પાત્રાએ દાવો કર્યો હતો કે, નેશનલ હેરાલ્ડ કંપની માત્ર પાંચ લાખ રૂપિયામાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ મળીને ખોલી હતી. યંગ ઇન્ડિયાના ડિરેક્ટર માતાજી અને પુત્ર છે. તેમણે કહ્યું હતું કે, કોર્ટમાં સોનિયા ગાંધીને આરોપી નંબર એક અને રાહુલ ગાંધીને આરોપી નંબર બે તરીકે બોલાવ્યા છે. ભાજપ પ્રવક્તાએ આક્ષેપ કરતા કહ્યું છે કે, કંપની ટોટેક્સથી એક કરોડ રૂપિયાની લોન લીધી હતી. તેઓએ કહ્યું હતું કે, પાંચ હજાર કરોડ રૂપિયાની ઉચાપત કરવા માટે ગાંધી પરિવારે મોટુ કાવતરું ઘડ્યું હતું.
આજે પર્દાફાશ થઇ ચુક્યો છે. પાત્રાએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, રાહુલ ગાંધી દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીને પ્રથમ પરિવાર ભ્રષ્ટાચારમાં ગળાડુબ છે. કરવેરા વિભાગ મુજબ રાહુલ ગાંધીએ વર્ષ ૨૦૧૧ અને ૨૦૧૨ના કરવેરા મૂલ્યાંકનને ફરીવાર ખોલવાનો નિર્ણય કર્યો છે. કારણ કે આમા એવી માહિતી અપાઈ ન હતી કે, ૨૦૧૦થી કંપની યંગ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર તરીકે હતા. વિભાગ મુજબ રાહુલની યંગ ઇન્ડિયામાં કેટલી હિસ્સેદારી છે તે મુજબ તેમની આવક ૧૫૪ કરોડ રૂપિયા થાય છે. ૬૮ લાખ રૂપિયા થતી નથી. આ આવક પહેલા દર્શાવવામાં આવી હતી.