ભારત બંધ દરમિયાન બિહારના જહાનાબાદમાં બે વર્ષીય બાળકીનું મોત નીપજ્યું છે. પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે ભારત બંધના કારણે રસ્તા પર જે ચક્કાજામ કરવામાં આવ્યું તેના કારણે એમ્બ્યુલન્સ લાંબા સમય સુધી ટ્રાફિકમાં ફસાઇ રહી. બાળકીને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવી રહી હતી. પરંતુ સમય રહેતા ટ્રાફિક જામ ન ખુલતા બાળકીએ રસ્તામાં જ દમ તોડી નાખ્યો. જહાનાબાદમાં કોંગ્રેસ અને વિપક્ષે એમ્બ્યુલન્સને માર્ગ આપ્યો નહી.