૩૩ ટેસ્ટ સેન્ચુરી બદલ કૂકને મળી ૩૩ બિયરની બોટલોની અનોખી ગિફ્ટ

1099

ભારત સામેની પાંચમી ટેસ્ટમાં સેન્ચુરી ફટકારીને ઈંગ્લેન્ડના ઓપનર એલિસ્ટર કૂકે પોતાની નિવૃત્તિને વધારે યાદગાર બનાવી છે ત્યારે કૂકને આ નિમિત્તે એક અનોખી ભેટ મળી છે.

ભારત સામેની સિરિઝની પાંચમી અને અંતિમ ટેસ્ટ બાદ આંતરરાષ્ટ્રિય ક્રિકેટને અલવિદા કહેવાની જાહેરાત કરનાર કુકે પોતાની કેરિયરની ૩૩મી સેન્ચુરી ફટકરીને બીજી ઈનિંગમાં શાનદાર ૧૪૭ રનની ઈનિંગ રમી હતી.કુકે યોગાનુયોગ પોતાની કેરિયરની શરુઆત પણ ૨૦૦૬માં ભારત સામે કરી હતી.

કુકની વિદાયને યાદગાર બનાવવા માટે ઈંગ્લિશ મીડિયાએ પ્રેસ કોન્ફરન્સમાં કૂકને ૩૩ સેન્ચુરી માટે ૩૩ બિયરની બોટલની ભેટ આપી હતી.આમ ખાસ અંદાજમાં કૂકને મીડિયાએ ફેરવેલ આપ્યુ હતુ.આ નિમિત્તે કૂક થોડો ભાવુક પણ બની ગયો હતો.

દરેક બોટલ પર અલગ અલગ પત્રકારોએ કૂક માટે મેસેજ લખ્યા છે.એક પત્રકારે કહ્યુ હતુ કે ઘણા બધા ઉતાર ચઢાવ વચ્ચે તમે મીડિયા સાથે હુ સારી રીતે વર્ત્યા છો.મને યાદ છે કે તમને બીયર પસંદ છે તો અમે તમને બીયર ગિફ્ટ આપી રહ્યા છે.

Previous articleનવા કેપ્ટનને વર્લ્ડકપ સુધી જરૂરી સમય મળે માટે મેં કેપ્ટન્સી છોડી : મહેન્દ્રસિંહ ધોની
Next articleતલાટીઓએ કાળી પટ્ટી લગાવીને વિરોધ વ્યક્ત કર્યો