ભાદરવો મહિનો શરૂ થતાં બાબા રામદેવપીરના નવરાત્રીની શરૂઆત થાય છે. ત્યારે માણસામાં આવેલા રામજી મંદિરમાં નવરાત્રિનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં નવ દિવસ સુધી રોજ રાત્રીના સમયે ભજન કિર્તન અને દાંડીયારાસના અનેરા અલગ અલગ કાર્યક્રમો પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ યોજાશે અને નવ દિવસ આ વિસ્તારમાં સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જાય છે.