તા. ૮/૯/૨૦૧૮ ને શનિવારના રોજ શેત્રુંજી ડેમ કે.વ. શાળાના યજમાન પદે મોટી પાણીયાળી ક્લસ્ટર અને શેત્રુંજી ડેમ ક્લસ્ટર નું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું.
સૌ પ્રથમ પ્રાર્થના દ્રારા કાર્યક્રમની શરૂઆત થઈ ત્યારે બાદ મુખ્ય મહેમાનના હસ્તે દીપ પ્રાગટય કરવામાં આવ્યું. શેત્રુંજી ડેમ અને કેજીબીવીની બાળાઓ એ અભિનય રજુ કર્યા ત્યારબાદરીબીન કાપી વિજ્ઞાનમેળાને ખુલ્લો મુકવામાં આવ્યો, આ ગણિત વિજ્ઞાન પ્રદર્શન માં શેત્રુંજી ડેમ ક્લસ્ટરની શાળાની ૧૪ કૃતિઓ અને મોટી પાણીયાળી ક્લસ્ટરની ૧૯ કૃતિઓ મુકવામાં આવી જેમાં બંને ક્લસ્ટરના થઈ ને કુલ ૬૬ બાલ વૈજ્ઞાનિકો એ ભાગ લીધેલ. આ પ્રદર્શન નિહાળવા બંને ક્લસ્ટરની શાળાના બાળકો અને સ્થાનિક ગ્રામજનો આવ્યા. ઉત્સાહ પૂર્વક દરેક બાળકોએ ભાગ લીધો.ત્યારબાદ કૃતિઓ લઈ ને આવેલ દરેક બાલ વૈજ્ઞાનિકો ને એક પેન,પ્રમાણપત્ર અને શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં લાલજીભાઈ સોલંકી (નિયામક ઉ.બુ.શેત્રુંજી ડેમ) , ડો. અરજણભાઈ પરમાર(આચાર્ય ઉ.બુ. શેત્રુંજી ડેમ ),ભીમજીભાઈ વાળા(આચાર્ય મોટી પાણીયાળી કે.વ), રાજવીરભાઈ ગઢવી તથા પેટાશાળાના આચાર્ય ઉપસ્થિત રહ્યાં. શેત્રુંજી ડેમ કે.વ. શાળાના આચાર્ય જીતુભાઈ જોષી એ આભારવિધિ કરેલ. બંને ક્લસ્ટરની શાળાઓના સંકલન દ્રારા ઉદયસિંહ મોરી (સી.આર. સી.કો. શેત્રુંજી ડેમ ) અને જયંતિભાઈ ચૌહાણ (સી.આર. સી.કો.મોટી પાણીયાળી ) એ સફળતાપૂર્વક આયોજન કરેલ.