વલ્લભીપુર શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે ભાવિક ધાનાણીની વરણી

947

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા હાલ વલ્લભીપુર શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે વલ્લભીપુરના યુવાન કાર્યકર ભાવિક ધાનાણીની નિમણુંક કરવામાં આવી છે. જેમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા વલભીપુર શહેર સંગઠન યુવાનોના હાથમાં આવ્યુ છે. ત્યારે ભાવીકભાઈ દિનેશભાઈ ધાનાણી ઘણા સમયથી સામાજીક સેવાકીય પ્રવૃત્તિ તથા રાજકીય ક્ષેત્રેમાં ખુબ સક્રિય યુવા કાર્યકર કે જેની પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં નોંઍધ લેવાતા નાની ઉંમરમાં યુવા નેતા તરીકે અને સમગ્ર વલ્લભીપુર શહેર સંગઠનની જવાબદારી સોંપાતા શહેરના કોંગ્રેસ કાર્યકરો આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

Previous articleપાણીયાળી અને શેત્રુંજી ડેમ કલસ્ટરનું ગણિત-વિજ્ઞાન, પર્યાવરણ પ્રદર્શન યોજાયું
Next articleદામનગરની મોર્ડન ગ્રીન પ્રા.શાળાને સ્વચ્છતા બદલ ત્રણ પુરસ્કાર મળ્યા