બોરસદ તાલુકાના ભાદરણ-ગંભીરા રોડ પરથી પૂર્વ બાતમી આધારે બોટાદ ગૌરક્ષક ટીમ અને પોલીસ સ્ટાફે ર૩ ગૌવંશ ભરી કતલખાને જતાં બે ટ્રકોને ઝડપી લીધા હતા.
બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલીયાને તેમના મોબાઈલ ઉપર ગૌરક્ષક બાતમીદારે બાતમી આપેલ કે, બોરસદ તાલુકાના ભાદરણ-ગંભીરા રોડ ઉપરથી કતલખાને જતા બે ટ્રક નિકળવાના હોય તેથી તાબડતોબ બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલીયાએ તેમના ગૌરક્ષકો અને પોલીસને જાણ કરેલ તેથી ગૌરક્ષકો અને પોલીસ વોચમાં ગોઠવાઈ ગયેલ તે દરમ્યાન બાતમી મુજબના બે ટ્રક નિકળતા ઉભા રખાવી પુછપરછ કરતા એક શખ્સનું નામ પરેશ ઉર્ફે પ્રવિણ બચુભાઈ મકવાણા અને બીજાનું નામ પરેશ કરશન ભરવાડ બન્ને રહે.જુનાગઢ, બીજા ટ્રકના ઈસમોને પુછતા તેનું નામ ધનરાજ કોહાભાઈ અને વિઠ્ઠલ દેવરાજ નાડોદા બન્ને અમરેલીના રહેવાસી હોવાનું ખુલ્યું હતું. પુછપરછમાં આ ગૌવંશ વિસાવદરના કોઈ કિશોર ભગત ઉર્ફે કિશોરબાપુએ ટ્રકમાં ભરાવ્યા હતા અને સુરત લઈ જવાનું રટણ કરતા પોલીેસે આકરી પુછપરછ કરતા આ ગૌવંશ કોલ્હાપુર અને અહમદનગરના કતલખાને લઈ જતા હોવાની કબુલાત આપેલ હતી તેથી પોલીસે બન્ને ટ્રક જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી બચાવેલ ગૌવંશને પાંજરાપોળ ગૌશાળામાં સુરક્ષિત મુકી આવેલ.