મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સી.એમ. ડેશબોર્ડના માધ્યમથી રાજ્યના તમામ જિલ્લાના કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસ સ્થાનેથી બેઠક યોજી ભારત સરકારની ૧૦ જેટલી ફ્લેગશીપ યોજનાઓની તેમના જિલ્લામાં થઈ રહેલી કામગીરીની પ્રગતિની સમીક્ષા અને નિર્ધારિત લક્ષ્યાંક પૂર્ણ કરવાના આયોજન અંગે વિગતવાર માહિતી મેળવી હતી…વિજયભાઈ રૂપાણીએ પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ તેમજ શહેરી) ઉજ્જવલા યોજના, સ્વચ્છ ભારત અભિયાન, આયુષ્યમાન ભારત યોજના, બાળકો અને સગર્ભા માતાઓનું સંપૂર્ણ રસીકરણ..માતૃવંદના યોજના સંકલિત બાલ વિકાસ યોજના જેવી ગરીબ અને ગ્રામીણ પરિવારોને સ્પર્શતી યોજનાઓ ઉપરાંત દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજનામાં પુરી પાડવામાં આવેલી રોજગારી, ખુલ્લામાં શૌચક્રિયામુક્ત ભારત અને સ્વચ્છતા અભિયાનમાં રાજ્યનું રેન્કિંગ અને સબંધિત જિલ્લાના રેન્કિંગની પણ તલસ્પર્શી સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી.આ સમીક્ષા બેઠકમાં મુખ્ય સચિવ ડૉ. જે એન સિંહ તેમજ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ સહિત મહેસૂલ, પંચાયત, શહેરી વિકાસ, આરોગ્ય, ગ્રામ વિકાસ, નાગરિક પુરવઠા વગેરે વિભાગના વરિષ્ઠ સચિવો પણ જોડાયા હતા.