ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવામાં આવતી ધો.૧૦ અને ધો.૧૨ની ઉત્તરવહી ચકાસણીમાં ભુલ કરનાર શિક્ષકો પાસેથી બોર્ડે નવ લાખ રૂપિયા જેટલો દંડ ફટકાર્યો છે.
કેટલાક શિક્ષકો ઉત્તરવહી તપાસવામા લાપરવાહી દાખવતા હોવાને કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થતા હોવાનુ બોર્ડના ધ્યાનમાં આવ્યુ હતુ જેને કારણે બોર્ડ દ્વારા લાપરવાહી દાખવનાર અને ગણતરીમાં ભુલો કરનાર શિક્ષકો સામે દંડ નીય કાર્યવાહી કરવામાં આવી છે.વર્ષ ૨૦૧૮માં લેવાયેલ બોર્ડની પરિક્ષામા એક હજારથી વધુ શિક્ષકોને દંડ ફટકારવામાં આવ્યો છે..
ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૫૮૪ શિક્ષકોને રૂબરૂ બોલાવવામાં આવ્યા હતા અને તેમની પાસેથી ૪.૫ લાખ રૂપિયા દંડ વસુલાયો છે જ્યારે સામાન્ય પ્રવાહમા ૬૬૬ શિક્ષકો પાસેથી પાંચ લાખ રૂપિયા દંડ વસુલવામાં આવ્યો છે એટલે કે નવ લાખથી વધુનો દંડ વસુલવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય પ્રવાહના શિક્ષક પાસેથી એક ભુલ દીઠ ૫૦ જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં એક ભુલના ૧૦૦ રૂપિયા દંડ વસુલાય છે.