ભાદરવા સુદ બીજને મંગળવાર તા.૧૧-૯ના રોજ દામનગરમાં વસતા શામવેદી બ્રાહ્મણોએ ઋષી પરંપરા મુજબ બળેવ પર્વની ઉમંગ પૂર્વક ઉજવણી કરી હતી.
અહિંના કુંભનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં શામવેદી ભુદેવો શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી ઋષી પુજન, પિતૃ તર્પણ કરી, ગાયત્રી મંત્રોચ્ચારનો નાદ કરી જનોઈ બદલાવી હતી.
શાસ્ત્રી શુક્લ ઈન્દ્રવદનભાઈ અને જીતેન્દ્રભાઈ શુકલે વિધિ કરાવી હતી.