ભાવેણાના નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીના સમયમાં સન ૧૮૮૭માં નિલમબાગ પેલેસમાં ફરજ બજાવતા સનિષ્ઠ સેવક ઈમાનદાર સીદી મુબારકબીન અબ્દુલ્લાનું નામ ઘણુ જ જાણીતુ છે. લેખકો અને સાહિત્યકારો પણ ઈમાનદાર મુબારકનું નામો ઉલ્લેખ કરે છે.
ઈમાનદાર મુબારકની યાદમાં ભાવનગર શહેરના ડાયમંડ ચોક, ડો. સીદીના મકાન પાસે ઈમાનદાર મુબારકનો ઐતિહાસિક ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ભાવેણાના મહારાજા યુવરાજસાહેબ જયવિરરાજસિંહજી ગોહિલે ખાસ હાજરી આપી પ્રાંસગીક પ્રવચનમાં ઈમાનદાર મુબારક અને તેમના પરિવારજનોની યાદ તાજા કરી હતી.
તેમજ આ કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનોએ ઈમાનદાર મુબારકની સનિષ્ઠ સેવાઓ, ઈમાનદારી, વફાદારી અને તેમની સેવાઓની યાદ તાજા કરી હતી ઉલ્લેખનીય છે કે ગત તા.૨૦-૪-૧૯૪૦નાં રોજ જે તે સમયે મહારાજા કૃષ્ણકુમારસિંહજી પોતે પોતાના સનિષ્ઠ સેવક મુબારકની અંતિમવિધીમાં જોડાયા હતાઅને ભઆવનગરના કંસારા કબ્રસ્તાનમાં મર્હુમ મુબારકનીસૌથી મોટી અને આરસ જડેલી કબર તૈયાર કરવામાં આવી હતી. અને મહારાજા સાહેબે પોતે આ કબર ઉપર લખાવ્યુ છે કે, ‘્ૐઈ ર્ન્ંઝ્રદ્ભર્ ંહ્લ દ્ગૈંન્છસ્મ્છેંય્’ અને કબરની બીજી બાજુમાં ‘સ્રૂ ર્ન્ંરૂછન્ જીઈઇફછદ્ગ્ સ્ેંમ્છઇદ્ભ’ અને એક સાઈડમાં ઈમાનદાર મુબારકનો ટુકો પરિચય લખાયો છે. આ એક ગૌરવની વાત છે. આ પ્રસંગે સમાજના આગેવાનોએ કંસારા કબ્રસ્તાન જઈ ઈમાનદાર મુબારકની કબર ઉપર ફુલ ચડાવી સામુહિક દુવાઓ પણ કરી હતી.
આ કાર્યક્રમમાં સૈયદ સીરાઝુદ્દીન ચીસ્તી, રતનપુર બાવાગોરના ખાદીમ જાનુમીયાબાપુ, અમેરિકાની કેલીફોર્નિયા યુનિ.ના પ્રો. બેહરોઝ શ્રોફ, અમદાવાદની એકલવ્ય સંસ્થાના પ્રો.સોનલ મહેતા, ડો.ઈસાણી, નગર સેવક ઈકબાલ આરબ પૂર્વનગર સેવક કાળુભાઈ બેલીમ, ભાવનગર સીદી જમાતના પ્રમુખ મનસુરભાઈ મીયાવા, ઉપપ્રમુખ આસીફભાઈ મીયાવા, અલમુબરીક યુસુફભાઈ, સૈયદ રજાકમીયા કાદરી, સલીમ શેખ, સહિતના સીદી સમાજના આગેવાનો ખાસ ઉપસ્થીત રહ્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા મર્હુમ ઈમાનદાર મુબારક પરિવારજનો સીદી રહેમતબેન, સીદી ફરીદાબેન, સીદી યુનુસભાઈ, સીદી નઈમભાઈ, સીદી એજાઝભાઈ, સીદી તન્વીનરભાઈ સહિતનાઓએ સારી જહેમત ઉઠાવી હતી.