પદ્માવતી મુદ્દે ક્ષત્રિય સમાજનો બાપુને ટેકો, ફિલ્મ રજુ નહિં થવા દેવાય…?

693
guj28102017-10.jpg

બોલિવૂડની ફિલ્મ પદ્માવતી રજૂ થાય તે પહેલાં સમસ્ત ક્ષત્રિય સમાજને બતાવવા અને તેમાં ક્ષત્રિયોની આદરણીય મહારાણી પદ્માવતીના જીવનના તથ્યો સાથે કોઈ ચેડાં તો થયા નથી ને તે જોવા માટે આ ફિલ્મ રિલિઝ થાય તે અગાઉ ક્ષત્રિયોને બતાવવાની જનવિકલ્પ પાર્ટીના પ્રણેતા શંકરસિંહ વાઘેલની માંગણીને ગુજરાતના તમામ ક્ષત્રિયો, રાજપૂત, ગરાસિયા અને દરબારોએ જબરજસ્ત ટેકો આપ્યો છે. સમસ્ત ક્ષત્રિય સમાજમાં કદાવર ક્ષત્રિય નેતાનું સ્થાન ધરાવતાં શંકરસિંહની લાગણી અને માંગણીના હકારાત્મક પ્રત્યાઘાતો પડ્યા છે.
ગુજરાતના ક્ષત્રિય સમાજમાં એવી પણ માંગણી ઉઠી રહી છે કે પદ્માવતી ફિલ્મ બનાવનાર નિર્માતા સંજય લીલા ભણસાલીએ પહેલી ડિસેમ્બરના રોજ ફિલ્મ રજૂ થાય તે પહેલાં સમગ્ર ક્ષત્રિય સમાજના આગેવાનોને બતાવે તે  અને તેનું મૂલ્યાંકન કરવાની તક આપે અને જો સતી મહારાીના જીવનની સાથે કોઈ ચેડાં થયા હોય કે તેમને ખરાબ રીતે ચિતર્યા હશે તો ગુજરાતમાં ક્ષત્રિય,રાજપૂત સમાજ કોઈ પણ ભોગે આ ફિલ્મ રજૂ થવા નહીં દે.  આ અગાઉ બાપૂએ દર્શાવેલી શંકા કે પદ્માવતીને હવસખોર અલ્લાઉદ્દીન ખીલજી સાથે રોમાંસ કરતી બતાવી  હોેવાના અહેવાલ છે ત્યારે ક્ષત્રિય સમાજની પણ છે ફરજ પડે છે કે હવસખોર અને ઐયાશી રાજાને વશ થવાને બદલે પોતાના પ્રાણ ત્યાગ કરનાર સતી પદ્માવતીને આવા રાજા સાથે રોમાંસ કરતી બતાવવામાં આવી હોય તો તે ઈતિહાસની સાથે ચેડાં છે. ક્ષત્રિય સમાજ સતીને દેવી તરીકે પૂજે છે,મહારાણી પ્રત્યે આદરૂસત્કારની લાગણી ધરાવે છે ત્યારે નિર્માતા તેમને ઐયાશી સાથે રોમાંચ કરતાં કઈ રીતે બતાવવાની હિંમત કરે? 
સમાજના લોકોમાંથી એવો પણ અવાજ ઉઠવા પામ્યો છે કે અમે આ મુદ્દે બાપુની સાથે જ છીએ અને તેમની આગેવાનીમાં આ ફિલ્મ ક્ષત્રિયોને બતાવવામાં નહીં આવે તો ગુજરાતની પણ સિનેમા થિયેટરમાં તેને રજૂ થવા દેવાશે નહિં. જો પ્રિ-રિલિઝ શૉ નહીં યોજાય તો ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ બગડે,સિનેમા થિયેટરોમાં ઉગ્ર માંગણીના ઉગ્ર પડઘા પડે તો તે માટે ક્ષત્રિય સમાજની કોઈ જવાબદારી રહેશે નહીં. 
ગુજરાતના સશક્ત ક્ષત્રિયો આ અંગે ટૂંક સમયમાં જ  બાપૂને મળીને યોગ્ય રણનીતિ ઘડી કાઠવાનું પણ આયોજન કરી રહ્યા હોવાના અહેવાલો છે. અને તેમના એક અવાજે પદ્માવતી ફિલ્મની સામે સડકો પર આવશે એમ પણ ક્ષત્રિય સમાજે જણાવ્યું હતું.

Previous articleનરેન્દ્ર પટેલની ૬ ઓડિયો ક્લીપ વાયરલ થતાં સનસનાટી
Next articleજૂનાગઢના મહિલા મેયર સામે પોલીસ ફરિયાદ