રાહુલ ગાંધીની કોંગી નેતાઓને સલાહ અંબાણી ગ્રુપની કંપનીનો કેસ ન લડો

1125

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાની પાર્ટીના વકીલ આગેવાનોને અનિલ અંબાણી ગ્રુપની કોઈ પણ કંપનીનો કેસ નહી લડવા માટે આદેશ આપ્યો છે.

રાહુલ ગાંધીએ રાફેલ ડીલમાં અનિલ અંબાણીને કોન્ટ્રાક્ટ આપવા સામે કરેલા આક્ષેપો બાદ અનિલ અંબાણીએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ પર કરોડો રૂપિયાનો માનહાનિનો દાવો કર્યો છે.

આ સંજોગોમાં રાહુલ ગાંધીને એ વાતની ચિંતા છે કે પાર્ટીનો કોઈ નેતા વકીલ તરીકે જો અનિલ અંબાણીનો કેસ લડે તો કોંગ્રેસની આબરુના ધજાગરા થઈ જા. આથી રાહુલ ગાંધીએ માનસરોવરની યાત્રાએથી આવ્યા બાદ તરત જ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે આ બાબતે ચર્ચા કરી હતી.

એ પછી કોંગ્રેસના પ્રવક્તા તેમજ વ્યવસાયે વકીલ રણદીપ સુરજેવાલાએ અન્ય વકીલ નેતાઓ અભિષેક સિંઘવી, કપિલ સિબ્બલ, અશ્વિની કુમાર, જયબીર શેરગીલ જેવા નેતાઓને રાહુલ ગાંધીએ કરેલી તાકીદ અંગે જાણકારી આપી દીધી છે.

Previous articleપીએમ ઈકોનોમિક એડવાઈઝરી કાઉન્સિલના ભૂતપૂર્વ સભ્ય વી.એસ.વ્યાસનું નિધન
Next articleએમએસપી સુનિશ્ચિત કરવા માટે નવી ખરીદ નીતિને મંજૂરી