પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ખેડૂતોનાં નુકસાનની ભરપાઇ સરકાર કરશે. મંત્રીમંડળે ખેડૂતોને પાકનું ન્યૂનતમ સમર્થન મૂલ્ય (એમએસપી) સુનિશ્ચિત કરવા માટે નવી ખરીદ નીતિને મંજૂરી આપી છે. દેશનાં ખેડૂતોને માટે સરકારનો આ નિર્ણય લોકસભા ચૂંટણી પહેલા આવેલ છે. આ અંતર્ગત જો બજારમાં સરકાર દ્વારા નિર્ધારિત ભાવથી પણ વધારે પતન આવે છે તો પણ ખેડૂતોનું ન્યૂનતમ સમર્થન મૂલ્ય આપવામાં આવશે.
નવી ખરીદ નીતિની જાહેરાત પીએમ મોદી જુલાઇમાં જ કરી ચૂકેલ છે. આ પહેલાં જ સરકારે ૨૨ નિર્ણયો પર એમએસપી વધારી દીધી હતી. આ નવી નીતિ ખેતી કરવાવાળા ખેડૂતોને દેવા માફીમાં પણ મદદ કરશે. આ નીતિ અંતર્ગત પાક. સરકાર દ્વારા ખરીદવામાં આવશે અને ન્યૂનતમ સમર્થન મૂલ્ય ખેડૂતોનાં એકાઉન્ટમાં ડાયરેક્ટ ટ્રાન્સફર કરવામાં આવશે.
આનાંથી સરકાર પર ૪૦,૦૦૦ કરોડ રૂપિયાનો ભાર પડશે અને ખરીફનાં પાકની સીઝન સમયે આ નીતિ લાગુ થશે. આ સિવાય સરકારે વધુ એક નિર્ણય કર્યો છે. મંત્રાલયે ઇથેનોલનો ભાવ વધારવાનો નિર્ણય કર્યો છે. તેલ માર્કેટિંગ કંપનીએ હવે સુગર મિલથી ઇથેનૌલ ૫૨ રૂપિયા પ્રતિ લીટરનાં દરથી ખરીદી શકે છે કે જે પહેલા ૪૭.૫ રૂપિયા પ્રતિ લિટર હતો.