બોલિવુડમાં હાલમાં ભારે લોકપ્રિયતા મેળવી રહેલી અભિનેત્રી પરિણિતી ચોપડા હાલમાં ત્રણ મોટી ફિલ્મ હાથમાં ધરાવે છે. જે પૈકી એક ફિલ્મ અક્ષય કુમારની સાથે છે જ્યારે અન્ય બે ફિલ્મો અર્જુન કપુરની સાથે છે. જેમાં સંજીપ ઔર પિન્કી ફરારનો સમાવેશ થાય છે. પરિણિતી ચોપડાએ કહ્યુ છે કે તે ફિટનેસને સૌથી વધારે પ્રાથમિકતા આપે છે. કોઇ પણ કામ હોય તો પણ તે ફિટનેસને લઇને ઉદાસીનતા રાખતી નથી. ફિટનેસના મામલે તે કોઇ બાંધછોડ પણ કરતી નથી. વર્ષ ૨૦૧૬માં ફિલ્મોમાંથી બ્રેક લીધા બાદ પરિણિતી ચોપડાએ મોટા ભાગે શારરિક ફિટનેસ પર વધારે ધ્યાન કેન્દ્રિત કર્યુ હતુ. તેનુ કહેવુ છે કે તેને ફિટનેસ પર ધ્યાન આપવામાં આવ્યા બાદ ફાયદો થયો છે. રોહિત શેટ્ટીની ફિલ્મ ગોલમાલ અગેઇનમાં કામ કર્યા બાદ તે ભારે ખુશ છે. પહેલા કરતા વધારે ફિટ અને સારી દેખાયા બાદ તે ગોલમાલ અગેઇનમાં ચમકી હતી. તેના વજનમાં ઘટાડો થયા બાદ તે વધારે ખુશ છે કે કેમ તે અંગે પુછવામાં આવતા પરિણિતી ચોપડાએ કહ્યુ છે કે ફિલ્મને લઇને તે ભારે આશાવાદી હવે બનેલી છે. ચોપડાએ એમ પણ કહ્યુ છે કે ફિટ રહેવાની બાબતના કારણે તેને જુદા જુદા પ્રકારના રોલ મળી રહ્યા છે. હાલમાં પરિણિતી ચોપડા પાસે બે ફિલ્મો રહેલી છે.કેસરી ફિલ્મને લઇને તે ભારે આશાવાદી બનેલી છે. સ્પર્ધાને લઇને પરેશાન નથી.