ઇંગ્લેન્ડ સામે કારમી હાર બાદ ભારતીય ચાહકો ભારે નાખુશ

1034

ઇંગ્લેન્ડ સામેની વર્તમાન પાંચ ટેસ્‌ મેચોની શ્રેણી ૪-૧થી ગુમાવી દીધા બાદ ભારતીય ટીમની ચારેબાજુ ભારે ટિકા થઇ રહી છે. સમગ્ર શ્રેણીમાં તમામ ભારતીય બેટ્‌સમેનોએ કંગાળ રમત રમી હતી. જેના કારણે ચાહકો હતાશ થયેલા છે. ટીમમાં ધરખમ ફેરફાર કરવાની માંગ ઉઠી રહી છે. સાતે સાથે પસંદગીકારો પર પણ દબાણ આવી રહ્યુ છે. ભારતે ઇંગ્લેન્ડની સામે પહેલા વનડે શ્રેણી અને હવે ટેસ્ટ શ્રેણી ગુમાવી દીધી છે. ભારત તરફથી લોકેશ રાહુલ અને યુવા રિશભ પંતે સાહસી સદી ફટકારી હોવા છતાં ભારતને કોઇ મોટી સફળતા હાથ લાગી ન હતી. ઇંગ્લેન્ડની સામે પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ જીતવા માટે ભારતને ૪૬૪ રનની જરૂર હતી. જો કે ભારતીય ટીમ ૩૪૫ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. લોકેશ રાહુલ અને પંતે શાનદાર ઇનિગ્સ રમીને હાર ટાળવા માટેના બનતા તમામ પ્રયાસ કર્યા હતા પરંતુ સફળતા હાથ લાગી ન હતી. લોકેશ રાહલે ૨૨૪ બોલમાં ૧૪૯ રન બનાવ્યા હતા. જેમાં ૨૦ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. આવી જ રીતે પંતે ૧૪૬ બોલમાં ૧૧૪ રન કર્યા હતા. ભારતીય ક્રિકેટ ટીમના ફ્લોપ શો સામે દેશના ચાહકો ભારે નારાજ દેખાઇ રહ્યા છે. ખરાબ દેખાવ કરનાર ખેલાડીઓને પડતા મુકવા માટેની માંગ પણ જોરદા રીતે ઉઠી છે. બીજી બાજુ ટીમના કોચ રવિ શાસ્ત્રી પર પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. સમગ્ર ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમનો દેખાવ ખુબ નબળો રહ્યો છે. આગામી દિવસોમાં ચાહકોની માંગણને ધ્યાનમાં લઇને ટેસ્ટ ટીમમાં કેટલાક ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા છે. હાલમાં ટિકાકારો મેદાનમા આવી ગયા છે.

Previous articleજેમ્સ એન્ડરસન સૌથી વધુ વિકેટ ઝડપનાર ફાસ્ટ બોલરોની યાદીમાં નં.૧
Next articleબીબીઍ  કૉલેજના વિદ્યાર્થીઓ લાઓમોર બિસ્કીટસ પ્રા.લી. ના પારલેજી પ્લાન્ટની ઔધોગિક મુલાકાતે