શહેર વિસ્તારની ૮ શાળામાં મંગળવારે મલેરિયા વિભાગે કરેલી તપાસ દરમિયાન સેક્ટર ૨૨માં સ્વામીનારાયણ ગુરુકુલમાં ૬ સ્થળેથી અને સેક્ટર ૨૧ની માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં ૧ સ્થળેથી મચ્છરના બ્રીડિંગ મળી આવ્યા હતા.
મહાપાલિકાના હેલ્થ ઑફિસર ડૉ. કલ્પેશ ગોસ્વામીએ જણાવ્યું કે ઉપરોક્ત બે શાળા ઉપરાંત સેક્ટર ૩૦માં કેન્દ્રીય વિદ્યાલય, સેક્ટર ૮માં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ, સેક્ટર ૭માં ચૌધરી સ્કૂલ અને ચૌધરી કોલેજ, તથા સેક્ટર ૨૮માં આવેલી વસંતકુંવરબા સ્કૂલ અને આરાધના સ્કુલમાં મચ્છરની ઉત્પત્તિના મુદ્દે સ્થળ તપાસ કરવામાં આવી હતી. શાળા સંકુલમાંથી મચ્છરના બ્રીડિંગ મળી આવતાં દવાનો છંટકાવ કરાયો હતો. ઉપરાંત શાળા સંચાલકોને મચ્છરોની ઉત્પત્તિ ન થાય તે જોવાની તકેદારી રાખવાની તાકીદ કરવામાં આવી હતી. ગાંધીનગર શહેર અને જિલ્લામાં ડેન્ગ્યુના કેસ વધી રહ્યા છે મેલેરિયા કરતા પણ વધુ ઘાતક અને જીવલેણ મેલેરિયાના દર્દીઓ વધી રહ્યા હોવાને કારણે કોર્પોરેશનની ટીમ દ્વારા ખાસ કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત નગરની શૈક્ષણિક સંસ્થાઓમાં જઇને ત્યાં તપાસ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત શહેરની આઠ શાળાઓના સંકુલમાંથી બે શાળામાં મચ્છરોના મોટા પ્રમાણમાં પોરા મળી આવ્યા હતા જેને લઇને આવી શાળાઓને નોટિસ પણ કોર્પોરેશન દ્વારા આપવામાં આવી છે.
વરસાદી વાતાવરણ વચ્ચે ગાંધીનગર શહેર અને જિલ્લામાં મચ્છરજન્ય બિમારીઓના છુટાછવાયા કેસ વધી રહ્યા છે તેમાં પણ ખાસ કરીને ગાંધીનગર શહેરી વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધુ હોવાને કારણે અહીં દર્દીઓની સંખ્યા પણ છેલ્લા અઠવાડિયાથી વધી રહી છે જે ચિંતાજનક બાબત હોવાને કારણે ગાંધીનગર કોર્પોરેશન દ્વારા મેલેેરિયા ટેમે ખાસ ઝુંબેશ ઉપાડી છે જેમાં શાળામાં જ વિદ્યાર્થીઓને મચ્છરો કરડતા હોવાનો ખ્યાલ આવતા હવે નગરની શૈક્ષણિક સંસ્થાઓમાં પણ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજે મેલેરિયા વિભાગના કર્મચારીઓએ શહેરની આઠ શાળાઓમાં તપાસ હાથ ધરી હતી જેમાંથી બે શાળાઓમાં મચ્છરોનું બ્રિડીંગ મળી આવ્યું હતું.
આ અંગે કોર્પોરેશનના મેડિકલ ઓફિસર ડો.કલ્પેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, તપાસ દરમિયાન શહેરની માઉન્ટ કાર્મેલમાં એક જગ્યાએ જ્યારે સે-૨૨માં આવેલી ગુરૂકુળ સંકુલમાં છ જગ્યાએ મચ્છરોનું મોટા પ્રમાણમાં બ્રિડીંગ મળી આવ્યું હતું. ડેન્ગ્યુનો ફેલાવો કરી શકે તેવા એડિસ ઇજીપ્તિ મચ્છરોના પોરાનો તાત્કિલક નાશ કરવામાં આવ્યો હતો અને શાળાઓને નોટિસ પણ આ બાબતે આફવામાં આવી છે. ત્યારે આગામી દિવસોમાં અન્ય શાળાઓ અને એકમોમાં મેલેરિયા વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે.