વતન રાજ્ય ગુજરાતમાં ભાજપની જીતને પાકી કરવાના હેતુસર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોરદાર અને ઝંઝાવતી પ્રચાર કરવા માટે તૈયાર છે. ભાજપને તેના જાદુઇ વ્યક્તિત્વનો ઉપયોગ કરવાની ફરજ પડી રહી છે. ભાજપના એક વરિષ્ઠ નેતાએ માહિતી આપતા કહ્યુ છે કે વડાધાન નરેન્દ્ર મોદી જાન્યુઆરીથી લઇને હજુ સુધી ૧૦ વખત પોતાના વતન રાજ્ય ગુજરાતની યાત્રા કરી ચુક્યા છે. એવી સ્થિતીમાં સાફ સંકેત છે કે તેઓ જોરદર પ્રચાર કરનાર છે. મોદી ડિસેમ્બર મહિનામાં ઓછામાં ઓછી ૫૦ રેલી કરી શકે છે. પાર્ટીના નેતા કહે છે કે મોદી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં પ્રચાર કરનાર છે. ૫૦-૭૦ રેલી યોજવામાં આવે તેવી શક્યતા છે. ૧૦મી નવેમ્બર બાદ ૨-૩ રેલી સાથે મોદી તેમના પ્રચાર અભિયાનની શરૂઆત કરી શકે છે. ચૂંટણી વર્ષને ધ્યાનમાં લઇને મોદી જાન્યુઆરીથી લઇને હજુ સુધી ૧૦ વખત ગુજરાતમાં પહોંચ્યા છે. મોદી માટે ગુજરાતની લડાઇ પ્રતિષ્ઠાના જંગ સમાન છે.વર્ષ ૨૦૧૪માં નરેન્દ્ર મોદી ગુજરાતની રાજનીતિથી દુર થયા બાદથી ગુજરાતમાં નેતૃત્વને લઇને પાર્ટીને તકલીફ રહી છે. પાર્ટીના એક સુત્રે કહ્યુ છે કે પહેલા એવી યોજના હતી કે મોદી ૧૫થી ૧૮ રેલી કરશે. પરંતુ હવે પાર્ટીના નેતાઓએ મોદીને ઓછામાં ઓચી ૫૦ મોટી અને મધ્યમ કદની રેલી કરવા માટે માંગ કરી છે. આ ઉપરાંત મોદીને મહત્તમ રોડ શો કરવા માટેની માંગ પણ કરવામાં આવી છે. આવનાર ચૂંટણી દરમિયાન મોદી સોશિયલ મિડિયા ટાઉન હોલ અને ડિજીટલ મિડિયાના માધ્યમથી પબ્લિક મિટિગ કરી શકે છે. પાર્ટીના લોકોએ કહ્યુ છે કે અમારી સોશિયલ મિડિયાની ટીમ કેટલાક સોશિયલ મિડિયા ટાઉન હોલના આયોજનમાં વ્યસ્ત છે. આ આયોજન મહિલાઓ અને યુવાનોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યા છે. મોદી પોતે પણ તેમને ઓડિયો બ્રિજ મારફતે સંબોધતા રહ્યા છે. એક અગ્રણી અખબારે આ માહિતી વિગતવાર જાહેર કર્યા બાદ જાણવા મળી રહ્યુ છે કે પાર્ટી ખુબ આક્રમક રીતે ગુજરાતમાં આગળ વધવા માટે તૈયાર છે. મોદી અને અમિત શાહ ઉપરાંત પાર્ટી તરફથી યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પાસેથી પણ અનેક રેલી કરવાની માંગ કરવામાં આવી છે. સ્થાનિક પાર્ટી નેતાઓ દ્વારા યોગીની સભાની માંગ પણ થઇ રહી છે. યોગી આક્રમક ભાષણ માટે હમેંશા જાણીતા રહ્યા છે. પાર્ટીને લઇને કેટલાક સમુદાયના લોકો હાલમાં નારાજ છે. આવી સ્થિતીમાં ભાજપ જોખમ લેવા માટે તૈયાર નથી.