રાજુલા પુરવઠા વિભાગમાં ઓપરેટર વધારવા માંગણી

694

રાજુલા શહેર તાલુકામાં પુરવઠા વિભાગમાં તપાસ કરવા અને બીપીએલ યાદી તપાસ કરી નવી યાદી કરવા માંગણી ઉઠવા પામી છે.

જાણવા મળતી વિગત મુજબ રાજુલા શહેર તાલુકામાં એપીએલ બીપીએલ ધરાવતા અનેક અરજદારો છે. હાલમાં અંગુઠા મારવાનું પણ એક જગ્યાએ હોવાથી હાલ અરજદારે ધર્મના ધક્કા થાય છે. આ બાબતે એક જ ઓપરેટર હોવાની ભારે તકલીફ પડે છે. રાજુલા પુરવઠા વિભાગમાં પણ હાલ એક જ ઓપરેટર છે બીજા ઓપરેટરો નથી આથી એક જ ઓપરેટર અરજદારોને મનઘડતર જવાબો આપે છે એક ઓપરેટર શા માટે સરકાર ૩ થી ૪ ઓપરેટરના પગાર ચુકવતા હોય તેમ છતાં એક જ ઓપરેટર હોવાથી ભારે હાલાકી પડે છે.

બીપીએલ કાર્ડ કાઢવામાં ભારે હાડમારી છે એક જ ઓપરેટર હોવાથી તકલીફ ઉભી થાય છે અને લાંબા સમયથી પેધી ગયેલા ઓપરેટરોને લીધે અરજદારોને મનઘડતર જવાબો મળતા રોષ વ્યાપી જવા પામ્યો છે. શહેર અને ગ્રામ્ય અરજદારો ૩ કિમી દુર અહીં ઓફિસે આવે છે અને ધર્મના ધક્કા થાય છે ત્યારે પગલા ભરવા માંગણી ઉઠવા પામી છે.

Previous articleઢસા ખાતે મોહરમ નિમિત્તે સબીલે હુસેનનું આયોજન
Next articleકુંઢેલીના રામદેવપીરની મઢીએ પાંચમાં વર્ષે રામકથાનો પ્રારંભ