પેથાપુર પોલીસની હદમાં આવેલા મોટી આદરજ ગામે માધાખાંટના વાસમાં જુગાર રમતા છ ઈસમોને પોલીસે ઝડપી પાડયા હતા. જેમાં ગાંડાજી બબાજી ઠાકોર, જગદીશકુમાર શાંકાજી ઠાકોર, રણજીતજી શંભુજી ઠાકોર, ફરીદભાઈ શમરતભાઈમલેક, ચમનજી મોતીજી ઠાકોર, ભાવેશજી બાબુજી ઠાકોર અને તેમની પાસેથી ૯૮૦૦ રૂ. રોકડા તેમજ રૂ. ૧૧,પ૦૦ નો મોબાઈલ મળી રૂ. ર૧,૩૦૦ નો મુદામાલ મળી આવ્યો હતો. જેને ઝડપી પેથાપુર પોલીસ સ્ટેશને કાર્યવાહી કરી છે.
નારદીપુર ગામની સીમમાં જુગારધામ ચાલતું હોવાની બાતમીને આધારે કલોલ તાલુકા પોલીસે દરોડો કરી જુગાર રમતા ચાર શખ્સોને ૧૪,૨૦૦ની રોકડ સાથે ઝડપી લીધા હતા. પોલીસે ચારેય જુગારી સામે કેસ દાખલ કરી વધુ તપાસ શરૃ કરી છે. કલોલના નારદીપુર ગામની સીમમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે કલોલ તાલુકા પોલીસે ગુરૃવારની સાંજે દરોડો કરી જુગાર રમતા દર્શન વિનુભાઇ (રહે.રૃપાલ), દિનેશજી સવાજી ઠાકોર (રહે.રૃપાલ), બોબાજી ઉર્ફે બોબો પોપટજી ઠાકોર (રહે.નારદીપુર), કનુ શકરાભાઇ રાવળ (રહે.પરબતપુરા)ને રોકડ રૃ।.૧૪૨૦૦ સાથે રંગે હાથે ઝડપી લીધા હતા. પોલીસે ચારેય શખ્સો સામે જુગારનો કેસ દાખલ કરી વધુ તપાસ શરૃ કરી છે. ઉલ્લેખનીય છે કે, કલોલના ગ્રામ્ય વિસ્તારોમાં ખૂણે ખાંચરે જુગાર રમાઇ રહ્યો છે. ઘણી જગ્યાએ માણસો બોલાવીને જુગારધામ ચલાવાતું હોય છે. જેમાં જુગાર સંચાલકો મોટાપાયે રૃપિયા કમાતા હોય છે. જો કે જુગારધામ પર પોલીસની નજર ના પડે તે માટે જુગારધામના સંચાલોક દરરોજ જગ્યા બદલી દેતા હોય છે. ત્યારે ઘણી વખત જુગારધામની બાતમી મળતા પોલીસે જુગારના કેસો પણ કરતી હોય છે. તેમ છતાંજુગારની બેફામ બનેલી પ્રવૃત્તિ અટકતી જ નથી ! ત્યારે જુગારની બદીને ડામવા પોલીસ દ્વારા કડક પગલા લેવાય તે જરૃરી છે.