ધંધુકાના ખડોળ ગામે રહેતા શખ્સને હાઈવે પર બે ઈસમોએ અટકાવી બેભાન કરી તેણે પહેરેલ સોનાના દાગીના કાઢી નાસી જવાના બનાવમાં એસ.ઓ.જી. ટીમે બે શખ્સોને ઝડપી લઈ મુદ્દામાલ રીકવર કર્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ ધંધુકાના ખડોળ ગામે રહેતા લાખુભાઈ કેશુભાઈ વાળા પોતાનું બુલેટ બાઈક લઈ ગત તા. ૧પ-૭ના રોજ અરણેજથી જવારજ રોડ પર જતાં હતા ત્યારે કારમાં આવેલા બે શખ્સોએ અટકાવી સરનામું પુછી કોઈ ઝેરીલો પદાર્થો સુધાડી બેભાન કરી દઈ તેણે પહેરેલ સોનાની માળા અને વીટી કાઢી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાતા બનાવ અંગે અમદાવાદ ગ્રામ્ય એસઓજી ટીમે ગુનાના કામે અરજણ કરશનભાઈ ભરવાડ રે. દેહગામ, જી. ગાંધીનગર તથા વનરાજ ઉર્ફે બનનાથ ઉર્ફે બનીયો કંચનનાથ મદારી રે. દેહગામ વાળાની ધરપકડ કરી પુછપરછ કરતા તેણે અસારવા અમદાવાદના સોનીને વહેચ્યાની કબુલાત આપતા પોલીસે સોનીની ધરપકડ કરી કુલ રૂા. ૮૦ હજારનો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસર કાર્યવાહી કરી હતી.